GSTV
Home » News » આ દિવસે ભૂલથી પણ ન તોડતા તુલસીના પાન, નહીં તો…

આ દિવસે ભૂલથી પણ ન તોડતા તુલસીના પાન, નહીં તો…

હિંદૂ ધર્મમાં તુલસીનું અનેરું મહત્વ છે. એવું કોઈ ઘર જોવા મળે નહીં જેના આંગણામાં તુલસીનો છોડ ન હોય. હિંદૂ ધર્મમાં તુલસીનો ઉપયોગ અનેક મહત્વના અને ધાર્મિક કાર્યોમાં થાય છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. એટલા માટે જ વિષ્ણુ ભગવાનને તુલસીના પાન સાથે જ ભોગ ધરાવવામાં આવે છે. તુલસીમાં અનેક ગુણ હોય છે. તુલસીનું એક પાન રોજ ખાવાથી અનેક રોગમાંથી મુક્તિ મળે છે.

તુલસી માનવ જીવન માટે વરદાન સમાન છે. પરંતુ તુલસીના પાનને કેટલાક ખાસ દિવસો પર તોડવાની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી છે. જેમકે ચંદ્રગ્રહણ, એકાદશી અને રવિવારએ તુલસીના પાન તોડવા જોઈએ નહીં. આ ઉપરાંત સૂર્યાસ્ત બાદ પણ તુલસીનું પાન તોડવું નહીં.

ઘરમાં કોઈ વિશેષ પૂજા હોય તો તેમાં જો તુલસીનો ઉપયોગ ન કરવામાં આવે તો પૂજા સફળ થતી નથી. તુલસીનો છોડ ઘરમાં હોવાથી વાતાવરણ પવિત્ર અને શુભ રહે છે. તુલસીની પૂજા કરી તેની સમક્ષ સવારે અને સાંજે દીવો અચૂક કરવો જોઈએ.  તુલસીનું એક પાન રોજ ખાલી પેટ ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તે તમને અનેક રોગથી બચાવે છે.

Read Also

Related posts

Whatsappના આ યુઝર્સ પાસે ફક્ત 31 ડિસેમ્બર સુધીનો જ સમય, હવે આ કારણે નહી કરી શકે ચૅટ

Bansari

ભારતમાં ડાયાબિટીસથી પીડાતા લોકો માટે રાહતના સમાચાર, દવાનાં ખર્ચમાં થશે ઘટાડો…

pratik shah

જ્યાં-ત્યાં ફોન ચાર્જ કરવાની આદત ભારે પડશે, આવું કર્યુ તો તળિયાઝાટક થઇ જશે તમારુ બેન્ક એકાઉન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!