GSTV

મેસેજિસ એપ વોટ્સએપમાં જાણો તમને કોને અને કેવી રીતે કર્યા છે બ્લોક

Last Updated on June 13, 2019 by Alap Ramani

વોટ્સએપ એવી મસેજિસ એપ છે, જેને સ્માર્ટફોન કરનાર વ્યક્તિ યુઝ ના કરતો હોય. અત્યારે દુનિયામાં 20 કરોડથી વધુ યુઝર્સ આ એપનો ઉપયોગ કરે છે. જોકે ઘણી વાર આપણે ઈચ્છીએ છીએ કે કોઈ આપણને મેસેજ કરીને હેરાન ના કરે. એવી સ્થિતિમાં આપણે વોટ્સએપમાં આવેલા બ્લોકિંગ ફીચરનો ઉપયોગ કરીએ છીએ.

પણ આ સ્થિતિ આપણી સાથે પણ બની શકે છે. તો તેને આપણે ખાસ રીતે જાણી શકીએ છીએ કે કોઈએ વોટ્સએપમાં બ્લોક કર્યા છે કે નહીં. જો કોઈએ તમને બ્લોક કર્યા હશે તો તમે તેને વોટ્સએપ કોલ નહીં કરી શકો. તમારો કોલ લાગે નહીં અથવા કનેક્ટ ન થાય તો સમજવું કે તમને બ્લોક કર્યા છે.

whatsapp profile

જો કોલમાં રીંગ સંભળાય તો તમને બ્લોક નથી કર્યા. જો તમે જાણવા માગો છો કે બ્લોક કર્યા છે કે નહીં તો એ વ્યક્તિને ગ્રૂપમાં એડ કરવાની કોશિશ કરો. જો એ ગ્રૂપમાં એડ ન થઈ શકે તો સમજો કે તમે બ્લોક છો. તમને પોપ-અપ આવશે કે તમે એ વ્યકિતને કોઈપણ ગ્રૂપમાં એડ નહીં કરી શકો.

જો તમને એનું ડીપી અને સ્ટેટસ જોવા ન મળે, પણ એ આધાર નથી કે તમને બ્લોક કર્યા છે. કારણકે એને ડીપી જ ન મૂક્યો હોય. તેના માટે બીજો વિકલ્પ છે. એ વ્યક્તિનો નંબર બીજાના ફોનમાં સેવ કરીને ચેક કરી શકશો. જો તેના ફોનમાં ડીપી જોવા મળે તો સમજવું કે તમે બ્લોક છો.

તે વ્યક્તિને મેસેજ મોકલશો તો પણ ડિલીવર નહીં થાય, કારણ કે તમે જ્યારે પણ મેસેજ મોકલશો સિંગર ટીક જ મળશે. પણ આવું ત્યારે જ બને છે કે વ્યક્તિ નેટવર્કની બહાર હોય અથવા તેના ફોનમાં ઈન્ટનેટ બંધ હોય. જો લાંબા સમય સુધી આ પ્રકારની ટીક જોવા મળે તો સમજવું કે તમને બ્લોક કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!