દેશમાં ઘણી કંપનીઓ એવી છે જે જણાવે છે કે બિઝનેસ કરવા માટે માત્ર પૈસાની આવશ્યકતા હોતી નથી અથવા ફરી કેટલીક ખાસ વસ્તુઓથી બિઝનેસને સફળ બનાવી શકે છે. એવી જ કહાની છે કે પાયલ મિત્તલ અગ્રવાલની છે, જેમણે પોતાના બિઝનેસ માટે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું નથી અને માત્ર ચા વેચી કારોબારને સફળતા સુધી પહોંચાડ્યો છે. તે હવે ચાના બિઝનેસથી સારા પૈસાની કમાણી કરી રહી છે અને ભારત બહાર પણ તેમની ચાની ડિમાન્ડ છે.
ખાસ વાત એ છે કે આ બિઝનેસ કરવા પહેલા પટેલ કોઈ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો ન હતો, માત્ર તેમણે પોતાના યુનિક આઈડિયાથી કારોબાર શરુ કર્યો અને હવે લોકો એના બિઝનેસ પ્લાનની ચર્ચા કરે છે. પાયલ સિલિગુડીમાં રહે છે, પરંતુ હાલ હરિયાણાના ગુરુગામમાં રહે છે. પાયલ સ્કૂલ ટાઈમથી પોતાનો બિઝનેસ શરુ કરવા ઇચ્છતી હતી પરંતુ તેમનો પરિવાર ઈચ્છે છે કે તે અભ્યાસ કરે.પાયલે અભ્યાસ કર્યો પરંતુ તે ગ્રેજ્યુએશન પૂરું ન કરી શકી, એમના ઘરના લોકોએ કોશિશ પણ કરી કે તે અભ્યાસ પૂરો કરે, પરંતુ એમનું અભ્યાસમાં મન લાગતું ન હતું. એમના જલ્દી લગ્ન થઇ ગયા, પરંતુ તેમણે બિઝનેસ કરવાના સપનાને પડતું ન મૂક્યું. ત્યાર પછી બાળકને અભ્યાસ કરાવવાનું શરુ કર્યું અને ત્યાર પછી રેસ્ટોરન્ટનું કામ શરુ કર્યું. જો કે એમને કોઈ ખાસ સફળતા મળી નહિ.
વિદેશમાં મળ્યો બિઝનેસનો આઈડિયા

રિપોર્ટ્સ મુજબ, એક વખત તે યુરોપ ફરવા ગઈ હતી, જ્યાં તેમણે જોયું ત્યાં દાર્જિલિંગની ચાને દુનિયાભરમાં ખરીદવામાં આવે છે. ત્યાં, તેમણે એક મહિલા સાથે મુલાકાત કરી, જે ત્યાં ભારતની ચા વેચતી હતી. ત્યાર પછી પાયલે પણ ચાનો બિઝનેસ કરવાનું વિચારી લીધું અને પોતાનો કારોબાર શરુ કર્યો. ઘણી રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે પાયલે લગભગ 7 લાખ રૂપિયાનું રોકાણ કરી કારોબાર શરુ કર્યો હતો અને તેઓ હવે આ બિઝનેસમાં 2 કરોડથી વધુનો ટર્નઓવર કરી રહી છે.
100થી વધુ પ્રકારની ચાની વેચાણ

જણાવી દઈએ કે તે કંપનીઓ માટે ચાની પેકેજીંગ કરવાનું કામ કરે છે અને એમની ચા વિદેશમાં મોકલવામાં આવે છે. પાયલ એક નહિ, ઘણા પ્રકરની પ્રીમિયમ ચા વેચે છે, જેને તમામ લોકો પસંદ કરે છે. આ કારણે એમનો કારોબાર સતત આગળ વધી રહ્યો છે. હવે પાયલ 100થી વધુ પ્રકારની ચા વેચી રહી હે અને પોતાની રીતે તેને કસ્ટમાઇઝ પણ કરી રહી છે, જો એમની ખાસ યુએસપી છે. પાયલ ચાના રૂપમાં ટીબેગની પણ તૈયારી કરે છે અને આ ટી બેગમાં ઘણા પ્રકારની ચા હોય છે. એમાં ગ્રીન ટી, ગ્રે ટી, કહવા, જાસ્મીન ટી, એન્ટી સ્ટ્રેસ ટી, મસાલા ટી, ડીટોક્સ ટી વગેરે પ્રકારની ચા છે, જેની ઘણી ડિમાન્ડ છે.
Read Also
- અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીની સરપ્રાઈઝ બેઠક, અચાનક આવેલા ઉદ્યોગપતિ સાથે કરી મુલાકાત
- ICC Test Ranking: ભારતની ધમાકેદાર જીત બાદ અપડેટ થયું રેંકીંગ, આ છે દુનિયાની નંબર 1 ટીમ
- બંગાળનો સંગ્રામ: પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 57 ઉમેદવારોની યાદી, મમતા બેનર્જીની સામે આ નેતાને આપ્યો મોકો
- સરકારી ભરતીના દાવા પોકળ: સરકારી આંકડાઓને લઈને યુવાનોએ ઠાલવ્યો રોષ
- યુનિવર્સીટીઓને જમીન ફાળવવામાં ‘સરકારી ચેડાં’ થયાના આક્ષેપ, ધારાસભ્ય પૂંજાવંશના આરોપો