GSTV
Home » News » Gmailમાં આવ્યું ‘કોન્ફિડેન્શલ મોડ’, રહસ્યમય પદ્ધતિથી આ રીતે મોકલો ઈ-મેલ

Gmailમાં આવ્યું ‘કોન્ફિડેન્શલ મોડ’, રહસ્યમય પદ્ધતિથી આ રીતે મોકલો ઈ-મેલ

confidential mode gmail

Google પોતાના યૂઝર્સની ગોપનિયતાને પહેલાથી સારી કરવા હંમેશા નવા-નવા ફીચર લાવતુ રહ્યું છે. આ જ તબક્કામાં તેણે હવે પોતાની ઈ-મેલ સર્વિસ એટલેકે Gmail માટૈ એક નવુ ફીચર લૉન્ચ કર્યુ છે. Confidential Modeના નામથી લૉન્ચ થયેલા આ ફીચરની મદદથી યૂઝર્સ પોતાના દ્વારા મોકલવામાં આવેલા ઈમેલને પાસકોડથી પ્રોટેક્ટ કરી શકે છે. આ ફીચરની સૌથી ખાસ વાત એ છે કે તેની મદદથી ઈમેલના અનઓથૉરાઈઝ્ડ એક્સેસને પણ રોકી શકાશે. કૉન્ફિડેન્શલ મોડ ઈમેલ મોકલતા પહેલા ગૂગલ દ્વારા એક પાસકોડને જનરેટ કરે છે.

જીમેલના આ નવા ફીચરનો ઉપયોગ કોમ્પ્યુટર, લેપટૉપની સાથે જ એન્ડ્રોઈડ અને આઈફોન પર પણ કરી શકાય છે. આવો જાણીએ કે જીમેલનું આ ફીચર કેવીરીતે કામ કરે છે અને કેવીરીતે તમે તેનાથી પોતાના ઈમેલની સુરક્ષાને વધારે વધારી શકો છો.

આ સ્ટેપને કરો ફૉલો-

  1. જો તમે કોમ્પ્યુટરની સામે છો તો www.gmail.com પર જાઓ. સ્માર્ટફોન પર આ ફીચર માટે જીમેલની એપ ઓપન કરો.
  2. કોમ્પ્યુટર પર પોતાના લૉગઈન ડિટેલ એન્ટર કરીને જીમેલ ઓપન કરો. સ્માર્ટફોન પર ટેપ કરવાની સાથે જ જીમેલ એપ ઓપન થઈ જશે.
  3. આમ કર્યા બાદ તમારે કમ્પોજ બટન પર ક્લિક અથવા ટેપ કરવાનુ છે. કમ્પોજ બટન કોમ્પ્યુટર પર સ્ક્રીનમાં ઉપર બતાવેલી ડાબી બાજુ હશે. તો સ્માર્ટફોનમાં આ તમને નીચેની જમણી તરફ જોવા મળશે. સ્માર્ટફોન પર કમ્પોઝ ઈમેલ માટે ‘+’ આઈકન આપવામાં આવ્યું છે.
  4. કમ્પોજ ઈ-મેલમાં ગયા બાદ જેને તમે ઈ-મેલ મોકલવા માંગો છો તેનું ઈ-મેલ એડ્રેસ નાખો અને પોતાના મેસેજને ટાઈપ કરો.
  5. મેસેજ ટાઈપ થયા બાદ તમારે નીચે સેન્ડ બટનની બાજુમાં જમણી બાજુ એક ઘડિયાળનું આઇકન જોવા મળશે. ફોનમાં તમને ઉપર ડાબી બાજુ આપવામાં આવેલા ત્રણ ડૉટને ટેપ કરતા કૉનફિડેન્શનલ મોડનું ઓપ્શન જોવા મળશે.
  6. કોમ્પ્યૂટરમાં ક્લૉક આઈકનને ક્લિક કરીને ‘કન્ફર્મ બાઈ પાસકોડ’ ઑપ્શનને યૂઝ કરો. ફોનમાં અહીં તમને કૉન્ફિડેન્શલ મોડમાં જઈને સેટિંગમાં ફેરફાર કરીને તેને સેવ કરવુ પડશે.
  7. ત્યારબાદ મેસેજનો એક્સપાઈરેશન ટાઈમની પસંદગી કરો.
  8. ત્યારબાદ તમારે રીસીપિએન્ટનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, જેને તમે કન્ફર્મેશન મેસેજ મોકલવા માંગો છો.
  9. ત્યારબાદ રીસીપીએન્ટને એક ઈ-મેલ મળશે, જેમાં આ પાસકોડ એન્ટર કરવો પડશે, જે તેને મેસેજ દ્વારા પ્રાપ્ત થયો છે.
  10. આમ કરવાની સાથે જ મેસેજ અનલૉક થઇ જશે.
  11. આ સિવાય યૂઝર્સ ‘No SMS passcode’ ઑપ્શન સિલેક્ટ કરીને પોતાના મેસેજને એનક્રિપ્ટ પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કોન્ફિડેન્શલ મોડ દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેલને પ્રિન્ટ, કૉપી, ડાઉનલોડ અથવા ફોરવર્ડ કરી શકાય નહીં.

READ ALSO

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar