GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

Whatsappમાં ડિલીટ થયેલા મેસેજ વાંચી શકશો, અપનાવો આ રીત

પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ યુઝર્સની ચેટિંગ એપ માટે નવા-નવા ફીચર લાવે છે. એક એવું ફીચર છે Delete for everyone જેની મદદથી યુઝર્સ કોઈ ગ્રૂપ અથવા કોઈ એક કોન્ટેક્ટને મોકલેલા મેસેજને ડિલીટ કરી શકે છે. જોકે વોટ્સએપના આ ફિચરમાં પણ તકલીફ છે.

અને કેટલીક ટ્રીકની મદદથી ડિલીટ થયેલા મેસેજ તમે વાંચી શકો છો. વોટ્સએપમાં જે પણ મેસેજ ડિલીટ કરવામાં આવે છે, તે તમારા ફોનમાં સ્ટોર હોય છે અને એપના રિક્વરી ફીચરની મદદથી આ મેસેજને રિક્વર કરી શકાય છે. ચેટ હિસ્ટ્રી વોટ્સએપના સર્વર પર સ્ટોર નથી થતી.

ચેટ મેસેજ બેકએપ હોય છે અને તેને અલગ-અલગ જગ્યા પર સ્ટોર કરવામાં આવે છે, જે વોટ્સએપના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી પ્રટેક્ટેડ નથી હોતા. જો તમે ભૂલથી રિસીવ કરેલા મેસેજ અથવા આખી ચેટ ડિલીટ કરો છો તો તેને સરળતાથી ચેટબેકઅપ ઓપ્શનથી રિક્વર કરી શકો છો. વોટ્સએપ દર દિવસે, મહિને અને અઠવાડિયાના હિસાબથી લોકલ ડિવાઈસથી બેકઅપ ક્રિએટ કરે છે.

જો તમારે રોજ બેકઅપને એક્ટિવેટ રાખવું છે તો વોટ્સએપને અનઈન્સ્ટોલ કરી ફરી ઈન્સ્ટોલ કરો. તેના પછી લોગઈન પ્રોસેસને ફોલા કરો અને એપ દ્વાર કહેવામાં આવતી રિસ્ટોર મેસેજ ઓપ્શન પર ટેપ કરો. ચોક્કસ જાણકારી નથી કે બેકઅપ પછી ડિલીટ કરેલા મેસેજ રિસ્ટોર કરી શકાય છે કે કેમ.

નોટિફિકેશન અને લોગિંગ એપની સાથે ડિલીટ કરેલા મેસેજ તો વાંચી શકો છો, પરંતુ આ સર્વિસને યુઝરના એન્ડ્રોયડ નોટિફિક્શન રજિસ્ટરનું એક્સેસ જોઈએ. આ ક્યારકે જોખમ ઉભું પણ કરે છે. કેટલાક કેસમાં એવું પણ બને છે કે ડિલીટ મેસેજને રિક્વર કર્યા બાદ ખાલી મેસેજની પહેલી લાઈન જોવા મળે છે. જો તમે તમારા ફોનને રિસ્ટાર્ટ કરશો તો એક પણ મેસેજ વાંચવા નહીં મળે, કેમકે ફોન રિસ્ટાર્ટ થવા પણ સિસ્ટમ લોગ ઓટોમેટિકલી ક્લીયર થઈ જાય છે.

Read Also

Related posts

Xiaomiએ લોન્ચ કર્યુ 32 ઈંચનું Mi TV Pro, કિંમત 10 હજાર કરતાં પણ ઓછી

Mansi Patel

નાણાંની જરૂર પડતા બહેનપણીએ પોતાની મિત્રને બનાવી ટાર્ગેટ, કોન્સ્ટેબલને સાથે રાખી 15 લાખની કરી માંગ

pratik shah

તમારા પ્રોફાઈલ પિક્ચરનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ Facebook IDથી કોઈ પણ છેતરી શકે, આ રીતે બચી શકાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!