GSTV

કામની વાત/ રાશન લેવા માટે હવે નહીં પડે રાશન કાર્ડની જરૂર, આ રીતે મેળવો ફ્રી અનાજ

રાશન

રાશન કાર્ડ(Ration Card)ને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે. મોદી સરકાર (Modi Government) આ દિશામાં કામ કરી રહી છે. આધાર સાથે લિંક થઇ ગયા બાદ ઉપભોક્તાઓને રાશન દુકાન પર રાશન દુકાન પર રાશન કાર્ડ લઇ જવાની જરૂર નહી પડે. રાશન કાર્ડના નંબરથી જ દુકાનદાર ઉપભોક્તાને તેના હિસ્સાનું અનાજ આપી દેશે.

જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે લોકડાઉન લાગુ કર્યા બાદથી તેવા લાભાર્થી જેની પાસે રાશન કાર્ડ નથી, તેમને ફ્રી રાશન આપવાની ઘોષણા કરી હતી. દિલ્હી સહિત અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રજેષોએ આ આદેશનું પાલન કરતા ફ્રીમાં રાશનની વહેંચણી કરી રહી છે. આ યોજના પહેલા ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવી હતી. પરંતુ પછીથી કેન્દ્ર સરકારે નવેમ્બર સુધી વધારી દીધી છે.

રાશન લેવા માટે હવે રાશન કાર્ડ જરૂરી નથી

Ration Card

કેન્દ્ર સરકાર અનુસાર, જે લોકો પાસે રાશન કાર્ડ નથી, તેમ છતાં તે લોકોને 5 કિલો ફ્રી ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ આપવામાં આવી રહી છે પરંતુ સરકારની આ યોજના નવેમ્બર મહિના સુધી છે. નવેમ્બર મહિના બાદ પણ જે લોકોએ રાશન કાર્ડનું આધાર સાથે લિંકિંગ કરાવી લીધુ છે તેમને રાશન કાર્ડ ન હોવા છતાં રાશન મળતુ રહેશે.

રાશન

જણાવી દઇએ કે પીએમ મોદી 30 જૂન 2020એ રાષ્ટ્રના નામે કરવામાં આવેલા સંબોધનમાં દેશની વર્તમાન સ્થિતિ અને આગામી મહિનામાં દેશમાં આવનારા તહેવારોને ધ્યાનમાં લેતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ની આગામી 5 મહિના અથવા નવેમ્બર 2020 સુધી વિસ્તાર કરી દીધુ હતુ. તેના અંતર્ગત દેશના 80 કરોડથી વધુ NFSA લાભાર્થીઓને તેમની માસિક પાત્રતા ઉપરાંત પ્રતિ વ્યક્તિ 5  કિલો ઘઉં અથવા ચોખા તથા પ્રત્યેક પરિવારને 1 કિલો ચણા ઉપલબ્ધ કરાવાનું યથાવત રહેશે.

Read Also

Related posts

કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો

Pravin Makwana

IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી

Pravin Makwana

દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની

Karan
Do NOT follow this link or you will be banned from the site!