GSTV
Business Trending

કામની વાત/ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર યાદ ન હોય તો આ રીતે ડાઉનલોડ કરો આધાર કાર્ડ, આટલી સરળ છે પ્રોસેસ

આધાર

આજના સમયમાં, આધાર આપણા બધા માટે એક જરૂરી કાર્ડ છે, જેના વિના આપણે આપણા ઘરથી લઇને સરકારી કામકાજ વિશે વિચારી પણ શકતા નથી. આવી સ્થિતિમાં, જો આપણું આધાર કાર્ડ ક્યાંક ખોવાઈ જાય છે, તો મોટી સમસ્યા ઉભી થાય છે અને ખાસ કરીને જ્યારે તમને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર યાદ નથી હોતો. આને ધ્યાનમાં રાખીને UIDAIએ ગ્રાહકો માટે વધુ એક ખાસ સુવિધા આપી છે. આજકાલ તમારા મોબાઈલ નંબર વગર આધાર કાર્ડ ડાઉનલોડ કરવું શક્ય છે. ચાલો જાણીએ કઈ રીતે…

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) મુજબ, આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો ફરજિયાત નથી. જેમની પાસે તેમનો મોબાઈલ નંબર તેમના આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ નથી તેઓ UIDAI વેબસાઈટ uidai.gov.in પર લોગઈન કરીને પોતાના 12 અંકના યુનિટ ઇડી નંબર દ્વારા ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે.

આધાર

મોબાઈલ નંબર વગર ઓનલાઈન ડાઉનલોડ કરો આધાર કાર્ડ

  • સૌથી પહેલા UIDAI વેબસાઇટ uidai.gov.in પર લોગ ઇન કરો
  • તે પછી “My Aadhaar” વિકલ્પ પસંદ કરો.
  • હવે Order Aadhaar Reprint પર ક્લિક કરો
  • પછી 12 અંકનો આધાર નંબર અથવા 16 અંકનો VID નંબર અને ત્યારબાદ સિક્યોરિટી કોડ એન્ટર કરો
  • આ પછી ‘My Mobile number is not registered’ ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારો મોબાઈલ નંબર એન્ટર કરો જે તમારા આધાર નંબર સાથે રજીસ્ટર નથી.
  • Send OTP પર ક્લિક કરો
  • ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓપ્શનની સામેના બોક્સમાં ચેક ઇન કરો
  • હવે Submit બટન પર ક્લિક કરો
  • વેરિફિકેશન પછી, તમારા કમ્પ્યુટર મોનિટર પર ‘Preview Aadhaar Letter’ દેખાશે
  • પછી ઈ-આધાર ડાઉનલોડ માટે પેમેન્ટ કરો
  • તમારા ઈ-આધારની PDF ડાઉનલોડ કરો
આધાર

જારી કરવામાં આવ્યું PVC કાર્ડ

UIDAIએ હાલમાં જ કાર્ડની સેફ્ટીને ધ્યાનમાં રાખીને Aadhaar PVC કાર્ડ લોન્ચ કર્યું છે. કોઈપણ આધાર કાર્ડ ધારક UIDAI ની વેબસાઈટ પરથી નવું PVC કાર્ડ ઓર્ડર કરી શકે છે. UIDAIએ જણાવ્યું છે કે નવું પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) આધાર કાર્ડ સાથે રાખવું ખૂબ જ સરળ છે. તેની સાઈઝ ઘણી નાની છે, તમે તેને વોલેટમાં આરામથી રાખી શકો છો.

Read Also

Related posts

કોંગ્રેસ સરકારે કરેલું દેવું ભાજપ સરકારે ચૂકવવું પડ્યું, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ કર્યો ખુલાસો

Nelson Parmar

PHOTOS / ભારતમાં કયા પ્રાણીઓને કાયદેસર રીતે પાળી શકાય છે અને કોને નહીં?

Drashti Joshi

ભારે વાહનોને બેફામ પરવાનગી, નિર્દોષ નાગરિકોના મોત, છતા ટ્રાફિક વિભાગ ફક્ત મેમો આપવામા મસ્ત!

Kaushal Pancholi
GSTV