GSTV

કામની વાત/ આધાર કાર્ડમાં ફોટો અને મોબાઇલ નંબર બદલવું બન્યું સરળ, જાણી લો શું છે પ્રોસેસ

આધાર

Last Updated on November 23, 2021 by Bansari

Aadhaar Card: ઘણીવાર લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કે એડ્રેસ સહિત ઘણી ભૂલો હોય છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. લોકો તેને સુધારવા માટે પરેશાન રહે છે. જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે, તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તેને ઘરે બેઠા કેવી રીતે આ ભૂલો સુધારી શકો છો. આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, તેની જન્મ તારીખ, બાયોમેટ્રિક ડેટા, ફોટોગ્રાફ, એડ્રોસ વગેરે જેવી તમામ ડિટેલ્સ હોય છે. આ આધાર કાર્ડ જીવનભર માન્ય રહે છે. દેશના નાગરિકો માટે બેંકિંગ, મોબાઈલ ફોન કનેક્શન અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. તેથી તેને અપડેટ રાખવું જરૂરી છે.

ઓનલાઈન કરી શકે છે ફેરફારો

જો તમારા મોબાઈલ નંબરમાં કોઈ ભૂલ હોય તો તમે ઘરે બેઠા ઓનલાઈન તેમાં ફેરફાર કરી શકો છો. તેમાં પણ તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. UIDAI એ ઘરે બેઠા આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે. આધાર કાર્ડમાં નામ, સરનામું અને જન્મ તારીખ જેવી તમામ અંગત ડિટેલ્સ અપડેટ કરવા માટે આધાર કાર્ડ પર તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો જરૂરી છે. જેથી અપડેટ દરમિયાન તે જ નંબર પર OTP મોકલી શકાય.

આધાર

જાણો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરશો

સૌ પ્રથમ તમારે UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ uidai.gov.in પર જવું પડશે. તે પછી તમે જે નંબર એડ કરવો માંગો છો તે એન્ટર કરો. તે પછી કેપ્ચા ભરવાનો રહેશે. પછી સેન્ડ OTP પર ક્લિક કરો અને તમારા ફોન નંબર પર મોકલેલ OTP એન્ટર કરો. પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.

તે પછી નીચે સ્ક્રોલ કરો અને તમને ઓનલાઈન આધાર સર્વિસ (Online Aadhaar Services) જોવા મળશે. નામ, એડ્રેસ, લિંગ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને અન્ય તમામ બાબતો અહીં આપેલી લિસ્ટમાં દેખાશે. આધારમાં ફોન નંબર અપડેટ કરવા માટે મોબાઇલ નંબર સિલેક્ટ કરો. What do you want to update ઓપ્શન સિલેક્ટ કરવો જરૂરી રહેશે. પછી એક નવું પેજ ખુલશે અને તમારે કેપ્ચા એન્ટર કરવો પડશે. મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. OTP વેરિફાય કરવો પડશે. પછી Save અને Proceed પર ક્લિક કરો. જો તમે તમારા આધાર કાર્ડમાં ફોટો બદલવા માંગો છો, તો તમારે આધાર કેન્દ્રની (Aadhaar Centre) મુલાકાત લેતા પહેલા ફેરફાર માટે ઓનલાઈન અરજી કરવી પડશે.

આધાર

ફોટો કેવી રીતે બદલવો તે જાણો

  • સૌ પ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઇટ uidai.gov.in ની વિઝિટ કરવી પડશે. પછી તમારે Get Aadhaar સેક્શનમાં જવું પડશે અને આધાર એનરોલમેન્ટ/અપડેટ ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
  • ફોર્મ યોગ્ય રીતે ભરો અને તેને આધાર એનરોલમેન્ટ સેન્ટરમાં જઇને સબમિટ કરો.
  • તમને એનરોલમેન્ટ સેન્ટર પર ફિંગરપ્રિન્ટ્સ, રેટિના સ્કેન અને ફોટોગ્રાફ ફરીથી કેપ્ચર કરવામાં આવશે.
  • આધાર સંબંધિત ડિટેલ્સ અપડેટ કરવા માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

Read Also

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!