GSTV
Home » News » પોતાના બોલિવુડ ડેબ્યૂ માટે આ રીતે તૈયારીઓ કરી રહી છે સુહાના ખાન, સિક્રેટ આવ્યું બહાર

પોતાના બોલિવુડ ડેબ્યૂ માટે આ રીતે તૈયારીઓ કરી રહી છે સુહાના ખાન, સિક્રેટ આવ્યું બહાર

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દિકરી સુહાના ખાન બોલિવુડની એક પોપ્યુલર સ્ટારકિડ છે. થોડા દિવસ પહેલા શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે ગયો હતો. હવે પોતાનું એજ્યુકેશન અને રજાઓ પૂરી કર્યા બાદ સુહાના પાછી પોતાના ઘરે મુંબઈ આવી ગઈ છે. સુહાના પણ પિતાની જેમ એક્ટિંગમાં ફિલ્ડમાં આવવા માંગે છે. હવે જણાવવામાં આવી રહ્યું છે કે સુહાનાએ પોતાના ડેબ્યુ માટે ખૂબ મહેનત કરી રહી છે.

જાણવા મળ્યું છે કે જ્યારે થોડા સમય પહેલા બધા જ તેના બોલિવુડ ડેબ્યુની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તે પોતાના ડેબ્યુ માટે ટ્રેનિંગ લઈ રહી હતી. શાહરૂખની ફેમિલીના એક નજીકના સુત્રોએ જણાવ્યું કે આ સમયે સુહાના શાહરૂખ ખાનની ફિલ્મો જોવામાં બીઝી છે. સુહાના આ ફિલ્મો શાહરૂખના બંગલા પર બનેલા થિયેટરમાં જોઈ રહી છે. સુહાના શાહરૂખના ડેબ્યુથી લઈને અત્યાર સુધીની દરેક ફિલ્મો જોઈ રહી છે અને પિતાના કામને ધ્યાનથી જોઈ રહી છે અને એક્ટિંગ શીખી રહી છે.

જોકે સુહાના થોડા દિવસ પહેલા પોતાની આવનારી ફિલ્મના કારણે પણ ચર્ચામાં આવી હતી. આ ફિલ્મનું નામ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’ છે અને તેનું એક પોસ્ટર ગયા અઠવાડિયે ઈન્ટરનેટ પર વાયરલ થયું હતું. પોસ્ટરમાં બ્લેક અને બ્લુ આઉટફિટમાં સ્માઈલ કરતી જોવા મળી રહી છે. હવે ફેન્સ આતુરતાથી સુહાનાના ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે.

Read Also

Related posts

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!