GSTV
Ajab Gajab News Trending World

જાણવા જેવું/ શું આપ જાણો છો કે, સિલ્ક કેવી રીતે બને છે, સૌથી પહેલા આ દુનિયામાં કોણે તેની શોધ કરી, ભારતમાં કઈ રીતે આવ્યું

એ વાત તો આપ સૌ જાણતાં હશો કે, સિલ્ક ખુબ જ મોંઘુ અને મુલાયમ હોય છે. સિલ્ક અને કીડાની કહાણી આપે પણ સાંભળી હશે, પણ શું આપ જાણો છો કે આખરે સિલ્ક બને છે કેવી રીતે. જે રીતે સિલ્ક બનવાની કહાણી રસપ્રદ છે. તેવી જ રીતે સિલ્કનો ઈતિહાસ પણ ખૂબ જૂનો છે. જો આપને સિલ્કના કપડાં પહેરવાનું પસંદ છે. તો પછી તમારે તેને બનવાની કહાની પણ જાણવી જોઈએ. જેનાથી આપને ખબર પડે કે, આખરે સિલ્ક બનતા પહેલા કેવી કેવી પ્રક્રિયામાંથી પસાર થાય છે.

તો આવો જાણીએ કે, રેશનના કીડા કેવી રીતે સિલ્ક ઉતારે છે અને સાથે જ એ પણ જાણીએ કે, પહેલી વાર સિલ્કના કીડામાંથી કપડા બનાવવાનો વિચાર કોને આવ્યો અને કેવી રીતે બનાવ્યા હતાં.

કેવી રીતે બને છે સિલ્ક

સિલ્ક બનાવવા વિશે એટલું તો જાણતા જ હશો કે, તેને એક કીડો બનાવે છે. તે ખાસ કરીને એક કીડો હોય છે. જેનું વૈજ્ઞાનિક નામ છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર આ કીડો ફક્ત ત્રણ ચાર દિવસ જીવતો રહે છે અને ફક્ત 2-3 દિવસમાં કેટલાય ઈંડા આપે છે. ત્યાર બાદ કીડા પોતાના લાવામાંથી ચારેબાજૂ શેપ બનાવી લે છે. એટલે કે, દોરાની એક જાળ વણી લે છે. જેવી રીતે કરોળિયો જાળ ફેલાવે છે. પણ તે શરીરના ચારેતરફ ફેલાવે છે. ત્યાર બાદ આ લાવા હવાના સંપર્કમાં આવે છે અને રેશમનો દોરો બને છે.

બાદમાં સિલ્ક પોતાની ચારેતરફ દોરો લપેટી રહે છે. તેની બહાર આવવાની કોશિશ કરશે. જો કે, આ કોકડામાંથી કીડો બહાર આવી જાય તો આખુ રેશન વેરવિખેર થઈ જાય છે. તેથી તેને ગરમ પાણીમાં નાખીને મારી નાખવામાં આવે છે. તેની દોરાને પણ અલગ કરી દેવામાં આવે છે અને દોરાનો આખો રોલ બનાવી દેવામાં આવે છે. આમ આવી રીતે સિલ્ક બને છે.

કેવી રીતે થઈ તેની શરૂઆત

એક ડોક્યુમેન્ટ્રીમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2640 બીસીમાં ચીનના શાસક હુઆન તીની પત્ની લેડી શી લિંગ શી મલબેરી ઝાડ નીચે બેસીને ચા પી રહી હતી. સિલ્કનો કિડો તેની ચામાં આવીને પડ્યો. તેને જોયું કે, આ કિડા દોરા સાથે લપેટાયેલો હતો. જ્યારે તેણે ચમકતા દોરા સાથે જોડાયેલા કિડાને અલગ કર્યો તો તેને ખબર પડી કે, આ દોરો તો કીડાના પેટમાંથી નિકળ્યો છે. તે સમયે તેને એક આઈડીયા આવ્યો કે, આવી રીતે તો કીડામાંથી કપડું બનાવી શકાય છે. બાદમાં તેણે આવુ કર્યું. તેનું કામ શરૂ કરી દીધું. સિલ્કના કીડાના પાળવાનું શરૂ કર્યું અને રેશમના દોરા એકઠા કર્યા.

તેથી માની શકાય કે, ચીનના કારણે સીલ્ક બજારમાં આવ્યું. પણ શું તમે જાણો છો કે, ચીન સિલ્ક બનાવાની ફોર્મ્યુલા પોતાની પાસે રાખવા માગતું હતું. સિક્રેટ રાખતા હતાં. ત્યાં સુધી કે, જે લોકો સિલ્ક બનાવતા હતાં તેની ફોર્મ્યુલા કોઈને બતાવતા નહોતા. કોઈને બતાવે તો મોતની સજા આપવામાં આવતી હતી. ત્યાર બાદ 440 એડીમાં ચીને એક પ્રિંસેસે જ તેનું સ્મલિંગનું કામ કર્યું અને તે પોતાના વાળમાં છુપાવીને કીડાને લઈ જતી હતી. અને પોતાના નેટીવ પ્લેસમાં જઈને આપી આવતી.

READ ALSO

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV