GSTV
Home » News » PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

PM મોદીએ પાછલા પાંચ વર્ષમાં કરેલી વિદેશ યાત્રાનો મુદ્દો આજે લોકસભામાં ગાજ્યો હતો. જે મામલે સરકારે પીએમ મોદીએ વિદેશ પ્રવાસમાં પસાર કરેલા કુલ દિવસો, ખર્ચ અને તે દરમિયાન થયેલા કરારોનાં આંકડાની માહિતી આપી છે. જો કે વડાપ્રધાન મોદીનાં અમુક વિદેશ પ્રવાસોનાં બિલ ઉપલબ્ધ નથી તેવું પણ કહેવામાં આવ્યું છે.

શિલોંગથી લોકસભાનાં કોંગ્રેસી સાંસદ વિનસેટ એચ.પાલાએ 17-જુલાઇનાં રોજ લોકસભામાં સવાલ કર્યો હતો કે, પાછલા પાંચ વર્ષ દરમિયાન કેટલા દેશોનો પ્રવાસ કર્યો? આ દરમિયાન વડાપ્રધાને સંબંધિત દેશો સાથે કેટલા કરાર કર્યા? વડાપ્રધાનની ઔપચારિક યાત્રા પર સરકારે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો છે? વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને લોકસભામાં આ સવાલનો જવાબ આપ્યો હતો. તેમણે પાછલા વડાપ્રધાનોનાં વિદેશ પ્રવાસોની સંખ્યા, સમજુતી કરાર અને ખર્ચનાં રૂપિયાનું વિવરણ રજુ કર્યુ હતું.

PM મોદીનાં વિદેશ પ્રવાસ પર થયો આટલો ખર્ચ

વિદેશ રાજ્યમંત્રી મુરલીધરને જણાંવ્યું કે, વર્ષ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 દેશોનાં પ્રવાસમાં 34 દિવસ પસાર કર્યા હતાં. આ દરમિયાન 41 કરાર કરાયા હતાં. જે યાત્રા પર 83,65,91,372 રૂપિયાનો ખર્ચ કરાયો હતો. વર્ષ 2015માં પીએમ મોદી 28 દેશોનાં પ્રવાસે ગયા હતાં. જેમાં 1.38 અરબ 13 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પીએમ મોદી 56 દવિસ સુધી વિદેશમાં હતાં. જેમાં 175 કરારો થયા હતાં. 2016માં 19 દેશોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 દિવસનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા દરમિયાન 62 સમજુતીઓ કરવામાં આવી હતી. તેમજ 78.39 કરોડ 20 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક પ્રવાસ માટે હોટલાઇનનું બિલ મળ્યું નથી. 2017માં 14 દેશોનાં પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિદેશમાં 27 દિવસો કાઢ્યા હતાં.

સરકારે ગણાવ્યો વડાપ્રધાનનાં વિદેશ પ્રવાસનો ખર્ચ

આ તમામ વિદેશ પ્રવાસો પાછળ 76.51 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. વર્ષ 2018માં 23 દેશોનાં પ્રવાસમાં પીએમ મોદી ગયા હતાં. કુલ 47 દિવસ તેમણે વિદેશમાં પસાર કર્યા હતાં. આ પ્રવાસ દરમિયાન કુલ 80.55 કરોજ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. જો કે બે વિદેશ પ્રવાસનાં હવાઇ મુસાફરીનાં બિલ અને હોટલાઇન બિલ મળતા નથી. જાન્યુઆરીથી જૂન 2019 સુધીમાં પીએમ મોદીએ પાંચ દેશોનો પ્રવાસ કર્યો હતો. નવ દિવસ વિદેશમાં રહીને પીએમ મોદીએ 27 કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. જો કે વિદેશ રાજ્યમંત્રીએ જણાંવ્યું કે,આ સત્તાવાર પ્રવાસનું બિલ ઉપલબ્ધ નથી.

READ ALSO

Related posts

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

તુઘલકાબાદમાં ભડકેલી હિંસાના પગલે ભીમ આર્મીના ચીફ સહિત 91 લોકોની ધરપકડ

Mayur

આ યુનિવર્સિટીમાં એવી રેગિંગ થઈ કે 150 વિદ્યાર્થીઓના મુંડન કરાવી નાખ્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!