GSTV
CANDIDATE PROFILE- 2022 Gujarat Election 2022 Jamnagar ગુજરાત ટોપ સ્ટોરી

એક કરોડના ઝવેરાત, દોઢ કરોડના વાહનો, જાણો જાડેજા અને તેમની પત્ની પાસે કેટલી મિલકત છે

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં છે. ભાજપે તેમને જામનગર જિલ્લાની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. રિવાબાએ સોમવારે ઉમેદવારી નોંધાવી હતી. નોમિનેશનની સાથે તેણે એફિડેવિટ પણ ફાઈલ કરી હતી. જેમાં તેણીએ પતિ રવિન્દ્ર જાડેજા અને પોતાની મિલકત વિશે સંપૂર્ણ માહિતી આપી છે.
જેમાં રીવાબાએ જણાવ્યું છે કે તેમની પાસે કુલ 97 કરોડથી વધુની સંપત્તિ છે. જેમાં કરોડોની કિંમતની જમીન, પ્લોટ અને આલીશાન મકાનોનો સમાવેશ થાય છે.

જાડેજા

આ સિવાય રીવાબા અને તેના પતિ પાસે લગભગ એક કરોડ રૂપિયાના દાગીના છે. જાડેજાએ 2021-22માં 18.56 કરોડ રૂપિયાની આવક દર્શાવી છે. તેને લક્ઝરી વાહનોનો શોખ છે. ચાલો જાણીએ બંને પાસે કુલ કેટલી મિલકત છે? રીવાબાએ શું અભ્યાસ કર્યો છે?
રિવાબા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની છે. રીવાબાનો જન્મ 2 નવેમ્બર 1990ના રોજ રાજકોટમાં થયો હતો. પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફુલ્લ સોલંકી. રીવાબા અને રવિન્દ્ર જાડેજાને એક પુત્રી છે. રીવાબાએ 2006માં સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાંથી 10મું, આત્મીય કોલેજમાંથી 2011માં મિકેનિકલમાં ડિપ્લોમા, 2015માં GTU અમદાવાદમાંથી BE મિકેનિકલ પૂર્ણ કર્યું છે.


રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રીવાબા પાસે કુલ 97.35 કરોડની સંપત્તિ છે. રીવાબા પાસે કુલ 62.35 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 37.43 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. પરિવારની જંગમ સંપત્તિ 26.25 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પાસે 33 કરોડ પાંચ લાખ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ પણ છે. જેમાં ખેતીની જમીન, કોમર્શિયલ પ્લોટ, રહેણાંક પ્લોટ અને વૈભવી મકાનોનો સમાવેશ થાય છે. રવિન્દ્રએ વર્ષ 21-22માં 18.56 કરોડ રૂપિયાની આવક દર્શાવી છે. જ્યારે, રીવાબા રૂ. 6.20 લાખ.
રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રીવાબા પાસે લગભગ એક કરોડ રૂપિયાના દાગીના છે. જેમાં સોના, ચાંદી, ડાયમંડ જ્વેલરીનો સમાવેશ થાય છે.

ઓલરાઉન્ડર

ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં રિવાબાએ જણાવ્યું છે કે તેમની પાસે કુલ 34.80 લાખ રૂપિયાના સોનાના ઘરેણા છે. આ સિવાય 14.80 લાખ રૂપિયાના હીરા અને આઠ લાખ રૂપિયાના ચાંદીના ઘરેણાં છે. રવિન્દ્ર પાસે 23.43 લાખ રૂપિયાના સોનાના ઘરેણા છે.
રીવાબાના નામે ભલે કાર ન હોય, પરંતુ તેમના પતિ પાસે ત્રણ લક્ઝરી કાર છે. તેમાં WV પોલો GTI, ફોર્ડ એન્ડેવર અને ઓડીનો સમાવેશ થાય છે. આ વાહનોની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે.

READ ALSO

Related posts

ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું

Hina Vaja

ઓડિશામાં રેલવે દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રીએ એક દિવસનો રાજકીય શોકની કરી જાહેરાત, ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો ઉદ્ઘાટન સમારોહ રદ

Hina Vaja

Train accident: PM મોદીએ રેલ દુર્ઘટના પર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, મૃત્યુઆંક વધીને 288 થયો

Padma Patel
GSTV