GSTV
Home » News » જાણો કયા તાલુકાની કેટલી ગૌચર જમીન પર કરવામાં આવ્યું દબાણ

જાણો કયા તાલુકાની કેટલી ગૌચર જમીન પર કરવામાં આવ્યું દબાણ

કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે, ભાજપ ગાયના નામે મત મેળવે છે પણ રાજયભરમાં ગાય અને અન્ય પશુઓના ચરિયાણ માટેની ગૌચર જમીનમાં મોટાપાયે દબાણો થાય છે તે પણ અટકાવી શકયું નથી.

ગાયને લઇ ચિંતાની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારના રાજમાં જ ગૌચરની જમીનો ધીરે ધીરે ગાયબ થતી જાય છે. રાજયની કરોડો ચોરસ મીટર ગૌચરની જમીનો પર ગેરકાયદે અને અનઅધિકૃત દબાણો થઇ ગયા છે. જેને દૂર કરવામાં સરકારી તંત્ર અને સત્તાવાળાઓ નિષ્ફળ અને પાંગળા સાબિત થયા છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજયમાં ગૌચરની જમીનો પરના દબાણને લઇ પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ખુદ ભાજપ સરકારે જ ગૌચરની જમીનો પર દબાણો થયા હોવાનું સ્વીકાર્યું હતું.

જમીન માફિયાઓ બેફામ થયા હોય તેમ રાજયમાં મોટાપાયે પશુધન માટેની ગૌચરની જમીન પર પણ દબાણ હોવાના આંકડા સરકારે રજૂ કર્યા હતા. સરકારની કબૂલાત મુજબ રાજ્યના કુલ ૩૧ જિલ્લામાં ૪.૭૨ કરોડ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો છે. ગીર જંગલ આરક્ષિત વિસ્તાર ગણાય છે તેમાં પણ ત્રણ દાયકાથી દબાણ હોવા છતાં તે દબાણ દૂર કરી શકવામાં તંત્ર સફળ થયું નથી.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જિલ્લાઓમાં ગૌચરની જમીન પર થયેલા દબાણોના વિવિધ સવાલ પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં પંચાયત વિભાગ દ્વારા લેખિત જવાબમાં તાલુકા દીઠ દબાણની માહિતી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૧.૭૫ કરોડ ચોરસમીટર ક્ષેત્રફળમાં દબાણ થયું છે.

અમદાવાદમાં 13 લાખ 35 હજાર 972 ચોરસ મીટર. અરવલ્લીમાં 82 હજાર 952 ચોરસ મીટર. આણંદમાં 11 લાખ 9 હજાર 478. ખેડામાં 2 લાખ 35 હજાર 348. ગાંધીનગરમાં 9 લાખ 53 હજાર 150. જૂનાગઢમાં 12 લાખ 69 હજાર 175. પાટણમાં 26 લાખ 81 હજાર 154. બનાસકાંઠામાં 11 લાખ 29 હજાર 705. બોટાદમાં 12 લાખ 11 હજાર 781. ભાવનગરમાં 49 લાખ 96 હજાર 959. મહેસાણામાં 43 લાખ 60 હજાર 856. સુરતમાં 1 લાખ 52 હજાર 376 ગૌચરની જમીન પર દબાણો ઉભા કરાયા છે.

પંચાયત અધિનિયમ મુજબ ગૌચરના જમીનના દબાણો દૂર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. ગૌચર પરના દબાણો દૂર કરાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીઓ અને સંબંધિત મીટીંગમાં આ બાબતે સમીક્ષા પણ કરવામાં આવે છે. પરંતુ દબાણો દૂર કરવાની કોઇ જ નક્કર કાર્યવાહી નથી થતી.

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૧.૭૫ કરોડ ચોરસમીટર ક્ષેત્રફળમાં દબાણ થયું છે. અમદાવાદમાં 13 લાખ 35 હજાર 972 ચોરસ મીટર. અરવલ્લીમાં 82 હજાર 952 ચોરસ મીટર. આણંદમાં 11 લાખ 9 હજાર 478. ખેડામાં 2 લાખ 35 હજાર 348. ગાંધીનગરમાં 9 લાખ 53 હજાર 150. જૂનાગઢમાં 12 લાખ 69 હજાર 175. પાટણમાં 26 લાખ 81 હજાર 154. બનાસકાંઠામાં 11 લાખ 29 હજાર 705. બોટાદમાં 12 લાખ 11 હજાર 781. ભાવનગરમાં 49 લાખ 96 હજાર 959. મહેસાણામાં 43 લાખ 60 હજાર 856. સુરતમાં 1 લાખ 52 હજાર 376 ગૌચરની જમીન પર દબાણો ઉભા કરાયા છે.

 

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah

કોંગ્રેસે અલ્પેશ ઠાકારનું MLA પદ રદ્દ કરવા વિધાનસભા સ્પીકરને રજુઆત કરી, અધ્યક્ષ બોલ્યા કે…

Riyaz Parmar