GSTV

પૈસાનું રોકાણ કરતા પહેલા ચેક કરો કેટલા સમયના રોકાણમાં મળશે ફાયદો, નહીતર થશે મોટુ નુકસાન

જો તમે રોકાણનો પ્લાન બનાવી રહ્યા છો તો તે માટે સૌથી જરૂરી છે કે, તમે કેટલા સમય માટે રોકાણ કરશો. બજારમાં પૈસા લગાવવા માટે સૌથી જરૂરી છે, સાચા સમયના હિસાબથી પ્લાનિંગ કરવું. તમે અલ્પ સમય, ઓછી અને નાના સમયગાળા માટે રોકાણ કરી શકો છો. આજે અમે તમને જણાવીશુ કે, કેટલા સમયગાળાનું રોકાણ તમારા માટે સૌથી વધુ ફાયદાકારક હોય છે અને અહીંયા તમને વધારે રિટર્ન મળવાની સંભાવના રહે છે અને આ ત્રણેય સમયસીમામાં શું અંતર છે.

કેટલા સમય માટે કરશો રોકાણ?

તમને જણાવી દઈએ કે, અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડનો સમયગાળો 3 થી 6 મહિના સુધીનો હોય છે. ઓછા સમયના ફંડમાં રોકાણથી 6 થી 12 મહિના માટે પૈસા રોકાણ કરી શકો છો. નાના સમયના રોકાણ માટે રોકાણકારોની પાસે 1 થઈ 3 વર્ષની મૈકાલે સમયગાળો હોય છે. મૈકાલે સમય એક ટેકનિકલ શબ્દ છે તેમાં ફંડના પોર્ટફોલિયોમાં બોન્ડની Maturity સામેલ હોય છે.

શું છે આ ત્રણ સમય સીમાના રોકાણમાં અંતર

તમને જણાવી દઈએ કે, જો તમે સરેરાશ સમય 3-6 મહીનાનો છે તો તેનો મતલબ એ નથી કે, ફંડ દ્વારા રાખવામાં આવેલ બધા કાગળ અથવા બોન્ડ 3-6 મહીનામાં મેચ્યોર થઈ જશે. આ ફંડના પોર્ટફોલિયોની સરેરાશ પ્રોફાઈલ ચે. તેથી પોર્ટફોલિયોમાં કેટલાક બોન્ડ આગામી 1-3 મહીનામાં મેચ્યોર હશે. જ્યારે કે, કેટલાક અન્ય આગામી 2-3 વર્ષમાં મેચ્યોર થઈ શકે છે.

ક્યારે કરશો રોકાણ?

અલ્ટ્રા શોર્ટ સમયગાળો અને ઓછી સમયગાળાના ફંડનો ઉપયોગ અલ્પકાલિક રોકાણ માટે કરવામાં આવી શકે છે. જે કેટલાક મહીનાઓથી વધારે લાંબો હોય છે, પરંતુ કેટલાક વર્ષો સુધી જ હોય છે. જણાવી દઈએ કે, અલ્ટ્રા-શોર્ટ અને ઓછા સમયના ફંડ પણ દીર્ઘકાલિક પોર્ટફોલિયોનો ભાગ હોઈ શકે છે.

પૈસા લગાવતા પહેલા કંપની વિશે જરૂર જાણકારી લો

જણાવી દઈએ કે, રોકાણકાર કોશિશ કરે કે મોટા અને સારા ફંડમાં જ પોતના પૈસા લગાવો. તે સિવાય પૈસા લગાવતા પહેલા ચેક કરી લો કે, ક્યું ફંડ સારુ રિટર્ન આપી રહ્યું છે. તે સિવાય કંપનીની ક્રેડિવિલિટીની સાથે કોઈપણ પ્રકારની સમજૂતી ન કરો. હંમેશા સારી કંપનીના ફંડમાં જ રોકાણ કરો.

READ ALSO

Related posts

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva

અમિત ચાવડાએ કોરોનાને મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, અમદાવાદના દર્દીઓને આણંદ અને વડોદરા મોકવામાં આવતા ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!