GSTV
Home » News » જાણો કેટલા દિવસ માટે પૂર્વ MLA નલિન કોટડિયાના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

જાણો કેટલા દિવસ માટે પૂર્વ MLA નલિન કોટડિયાના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

કરોડોના બીટકોઈન પ્રકરણમાં નલિન કોટડિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. સીઆઈડી ક્રાઇમે નલિન કોટડિયાના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સરકારી વકીલે દલીલ કરી કે આ અપહરણ, અને ખંડણીનો મામલો છે. તેમજ  આટલા સમયથી નલિન કોટડિયા કોના સંપર્કમા હતા અને અન્ય આરોપીઓની પૂછપરછમાં પણ નલિન કોટડિયા મુખ્ય આરોપી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત કેતન પટેલ અને કિરીટ પાલડિયા સહિતના આરોપીઓની પૂછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ આપતા નથી. જેથી આરોપીના 10 દિવસના રિમાન્ડ મળવા જોઈએ. તો સામે કોટડિયાએ તબિયતનું કારણ તેમજ રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાની દલીલ કરી હતી. મહત્વનું છે કે આ સમગ્ર કાંડમાં સીઆઈડી ક્રાઈમે 25 લાખ રૂપિયા રિકવર કર્યા છે. મળતી માહિતી મુજબ કોટડિયાને કુલ 66 લાખ મળવાના હતા જે પૈકી તેમને 35 લાખ રૂપિયા મળી ચૂક્યા છે.

તો આરોપી કિરીટ પાલડીયાની રેગ્યુલર જામીન અરજી ફગાવાઈ છે. કોર્ટે નોંધ્યુ કે આ ગંભીર પ્રકારનો ગુનો હોવાથી જામીન ન આપી શકાય. ચાર્જશીટ બાદ કિરીટ પાલડીયાએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી છે. તો આ તરફ આરોપી અનંત પટેલે સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી છે. જેની સામે સીઆઈડી ક્રાઈમ મંગળવારે કોર્ટમાં સોગંદનામું રજૂ કરશે.

કરોડોના બીટકોઇન પ્રકરણમાં નલિન કોટડીયાની ધરપકડ બાદ અત્યારસુધીમાં 25 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ નલિન કોટડીયાને કુલ 66 લાખ રૂપિયા મળવાના હતા. તે પૈકીના તેને 35 લાખ રૂપિયા મળી ચૂક્યા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે હવે નલિન કોટડીયાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરાઈ છે. જેને કોર્ટે મંજૂર કરી દીધા છે.

Related posts

મનફાવે તે ન બનાવી શકે રાષ્ટ્રીય ધ્વજ, આ કંપની પાસે જ છે દેશનો તિરંગો બનાવવાનો કોન્ટ્રાક

Pravin Makwana

મને જે ઠીક લાગે છે તેને જ અપનાવું છું : સની લિયોનીનો ધડાકો

pratik shah

ખાનગી હોસ્પિટલ રીક્ષાવાળાઓને અપાઈ ખાસ ટ્રેનિંગ, મુસાફરોની આ રીતે કરશે મદદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!