ડિસેમ્બર 2020માં કેન્દ્ર સરકારના નાણાકીય વર્ષ 2019-20 માટે ઈપીએફ પર વ્યાજ કર્મચારી ભવિષ્ય નિધિના સદસ્યોના ખાતામાં મોકલવાની ઘોષણા કરી છે. સરકારે 2019-20 માટે EPF પર વ્યાજ 8.5% નક્કી કર્યું છે. તો જાણીએ કે કેવી રીતે EPF પર વ્યાજ નક્કી થાય છે એની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.
EPF વ્યાજ દર EPFOના ઉચ્ચ નિર્ણય લેવા વાળી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નક્કી કરવામાં આવે છે. CBTના નિયોકતા, કર્મચારી અને સરકારના પ્રતિનિધિ સામેલ હોય છે. સીબીટી દ્વારા નક્કી કરવામાં આવેલ દરને મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવે છે. ત્યાંથી મંજૂરી મળ્યા પછી વ્યાજને EPFOના સદસ્યોના ખાતામાં જમા કરવામાં આવે છ. વધુ વેતનભોગી કર્મચારી પોતાની બેઝિક સેલરીના લગભગ 12% પ્લસ મોંઘવારી ભથ્થું દર મહિને પોતાના ભવિષ્ય નિધિ ખાતામાં યોગદાન કરે છે અને એટલું નિયોકતા પણ કરે છે. નિયોકતાના યોગદાનનો 8.33% ભાગ કર્મચારી પેન્શન યોજનામાં જાય છે અને બાકી કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં જાય છે.

EPSમાં યોગદાન 15,000ના 8.33% સુધી સીમિત છે, જે લગભગ 1250 રૂપિયા સુધી આવે છે. એનાથી વધુ કોઈ પણ રકમ EPF ખાતામાં જાય છે . સાથે જ જો કર્મચારી સપ્ટેમ્બર 2014 પછી EPFOમાં સામેલ થયા, એના માટે EPF માટે યોગદાન કરવું અનિવાર્ય નથી. આ મામલામાં નિયોકતાનું સમગ્ર યોગદાન EPF ખાતામાં થાય છે.
કેવી રીતે થાય છે વ્યાજની ગણતરી
જો કોઈ વ્યક્તિ, જેને મૂળ વેતન અને ભથ્થાના રૂપમાં લગભગ 20,000 રૂપિયા મળી રહ્યા હોય, એનું EPFમાં યોગદાન 2,400 રૂપિયા હશે. સપ્ટેમ્બર 2014 પછી EPFOના સભ્યો બનવા માટે નિયોકતા યોગદાન પણ 24,00 રૂપિયા થશે.

જો આપણે માની લઈએ કે તમે સપ્ટેમ્બર 2014 પહેલા EPFOના સભ્ય બન્યા છો, તમને નિયોકતાનું EPF માટે યોગદાન 2,400-15,000નું 8.33% એટલે 1,250 રૂપિયા = 1,150 રૂપિયાની બરાબર હશે. અંતે તમારા EPF ખાતામાં તમને કોન્ટ્રીબ્યુશન 2,400 અને નિયોકતાનું 1,150 રૂપિયા હશે, જે દર મહિને 3,550 આવે છે. જો 8.5% વાર્ષિક વ્યાજની દરથી આ રકમ પર ગણના કરે તો દર મહિને 0.7083% વ્યાજ બેસે છે. જો એપ્રિલમાં યોગદાન શરુ થયું છે તો મહિના માટે કુલ EPF યોગદાન 3,550 રૂપિયા થશે.
ધ્યાન આપવા વાળી વાત એ છે કે તમને એપ્રિલ માટે કોઈ વ્યાજ આપવું નહિ મળે, કારણ કે મહિનાના અંતમાં વેતન ક્રેડિટ કરવામાં આવે છે. આ મહિનાના અંતમાં તમને EPF ખાતા શેષ 3,550 રૂપિયા થશે, મેં માટે તમારું નિયોકતા અને તમે EPF ખાતામાં 3,550 યોગદાન કરશો, જેથી શેષ રાશિ વધીને 7,100 રૂપિયા થઇ જશે. એટલે મેં માટે EPF અંસદાન વ્યાજ 7,100*0.7089 = 50 રૂપિયા થશે.

શેષ મહિનાઓ માટે વ્યાજની ગણતરી માટે આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે અને અર્જિત વ્યાજને નાણાકીય વર્ષના અંતમાં તમને EPFO ખાતામાં જમા કરવામાં આવે છે, આ ત્યાંર સુધી થાય છે, જયારે નાણાં મંત્રાલય કેન્દ્રીય ન્યાસી બોર્ડ દ્વારા પ્રસ્તાવિત વ્યાજની દરને સૂચિત કરે છે.
Read Also
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા