GSTV

શાકભાજી અને ફળોમાંથી બનતો મુરબ્બો સ્વાસ્થ્ય માટે હોય છે ગુણકારી, જાણો તેના લાભ

Last Updated on July 11, 2019 by Mansi Patel

મોટાભાગના લોકોને શાક ખાવાનું પસંદ હોતું નથી આથી જે લોકોને શાક ના ખાતા હોય તેઓ શાકની જગ્યાએ મુરબ્બાનો ઉપયોગ કરી શકે છે. આ મુરબ્બો અનેક રીતે બને છે અને તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. શાકભાજી તેમજ ફળોમાંથી પણ બનાવી શકાય છે. ગાજરનો મુરબ્બો, કાચી કેરીનો મુરબ્બો, તેમજ હરડનો મુરબ્બો પણ બજારમાં જોવા મળે છે.

 મુરબ્બો તમને ગરમીના પ્રકોપથી પણ બચાવે છે. આપણે મુરબ્બો કેવી રીતે સ્વાસથ્ય માટે ગુણકારી છે તે જાણીએ. પોષક તત્વો અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર મુરબ્બો આપણા સ્વાસ્થ્ય માટે વધુ લાભકારક તો છે પરંતુ સાથે તે સુંદરતામાં પણ વધારો કરે છે. તે આપણા શરીરને એનર્જી આપે છે અને ઇમ્યુનિટી પણ વધારે છે. આર્યુવેદ અને યૂનાની ચિકિત્સામાં આ મુરબ્બાનો ઉપયોગ ગરમીની ઋતુમાં અનેક બીમારીઓ દૂર કરવા કરવામાં આવે છે. મુરબ્બો એક રાસાયણિક ટોનિક છે જે બાળકોને યાદશક્તિ અને એકાગ્રતા વધારે છે. તે ગર્ભવતી મહિલાઓમાં લોહીની ઉણપ તેમજ હીમોગ્લોબિનની ઉણપ દૂર કરે છે.

સૌથી વધુ આંબળાનો મુરબ્બો લોકોને વધુ પ્રિય છે. ગોળાકાર, પીળા અને લીંબુના આકારના આંબળા વિટામીન-સી, એમિનો એસિડ, લિપિડ અને તાંબા, જસત જેવા મિનલ્સના ભંડાર છે. તેના નિયમિત સેવનથી આપણી પાચનતંત્ર અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. તે ફેફસાને પણ મજબૂત કરે છે. તેના ઉપયોગથી શ્વાસ સંબંધિત બીમારીથી લડવામાં મદદ મળે છે. તેના એન્ટી ઓક્સિડેન્ટ ગુણાના કારણે હૃદય અને લીવર સંબંધિત બીમારીઓ સામે લડવામાં મદદ મળી રહે છે.

આંબળાના મુરબ્બામાં રહેલ વિટામિન-સી શરીરમાંની કેલ્શિયમ અને આર્યનની ઉણપ દૂર કરે છે. તેનાથી શરદી-તાવ તેમજ કફમાં આરામ મળે છે અને હાડકાં, દાંત મજબૂત થાય છે અને વાળની ચમક પણ વધારે છે. આંબળાનો મુરબ્બો સાંધાની તકલીફમાં રાહત આપે છે. તે પાચનક્રિયાને સુચારુરૂપે ચલાવવામાં સહાયક બને છે તેમજ પેટદર્દ, અમ્લતા, કબ્જ અથવા તો પેટમાં ગેસ, ઉલ્ટી માથાનો દુખાવા જેવી સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે.

વિભિન્ન પ્રકારના મુરબ્બા આપણા શરીર માટે પોષક તત્વોની જરૂરત પૂર્ણ કરે છે છતાં પણ તેમાં કેલેરી અને શર્કરા વધુ પ્રમાણમાં હોવાથી તેનું સેવન એક સીમા સુધી જ કરવુ હિતાવહ રહેશે. જે લોકોને કાયમી શરદી રહેતી હોય અને શ્વાસ સંબંધી કાયમી તકલીફ હોય તો તેઓએ ઠંડી તાસીર જેવા મુરબ્બાનો ઉપયોગ તેમના સ્વાસ્થય માટે હાનિકારક રહેશે.

READ ALSO

Related posts

Farmer cultivates the Bamboo : 25 રૂપિયાનો છોડ લગાવી કરી શરૂઆત, હવે કમાય છે લાખો રૂપિયા; જાણો સંપૂર્ણ બિઝનેસ પ્લાન

Vishvesh Dave

Agni-5: ભારતની આ બેલેસ્ટિક મિસાઈલની રેન્જમાં છે અડધોઅડધ વિશ્વ, થરથર કાંપે છે ચીન-પાકિસ્તાન

Pritesh Mehta

Girls Problems / દરેક ટીનેજ ગર્લ્સને અનુભવાતી આ સમસ્યાની સરળ માહિતી માટે અમદાવાદી ટીનેજરે શોધ્યો આ ઉકેલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!