GSTV
Gujarat Government Advertisement

એક SMS દ્વારા જાણી શકાશે કે દુકાનમાં મળતો સામન અસલી છે કે નકલી

Last Updated on February 13, 2018 by Bansari

તમે જ્યારે પણ કોઇ દુકાને કોઇ સામાન ખરીદવા માટે જાઓ છો ત્યારે તે સરળતાથી જાણી શકાતું નથી કે પ્રોડક્ટ અસલી છે કે નકલી. પરંતુ હવે તમે સરળતાથી જાણી શકશો કે પ્રોડક્ટ અસલ છે કે નહી. અમેરિકી કંપની ફાર્માસિક્યોરે ભારત સહિત અનેક દેશોમાં આ અંગે પહેલ કરી છે. આ માટે કંપનીએ અનેક કંપનીઓ સાથે કરાર કર્યો છે.

ફાર્માસિક્યોરે SMS દ્વારા પ્રોડક્ટ અસલી છે કે નકલી તેની જાણકારી મેળવવા માટેની સુવિધા દવાઓ માટે શરૂ કરી હતી. જો કે પછીથી કંપનીએ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા સામાન, ઇલેક્ટ્રોનિક અને બ્યૂટ ઉત્પાદનો માટે પણ  સેવા શરૂ કરી છે. આ માટે કંપનીએ એક અલગ યૂનિટ પ્રોડક્ટસિક્યોર બનાવ્યું છે.

ફાર્માસિક્યોરે જણાવ્યું કે તમે ફક્ત SMS દ્વારા પ્રોડક્ટની જાણકારી મેળવી શકો છો. સાથે જ મોબાઇલ એપ પર પણ પ્રોડક્ટનો બારકોડ નાંખીને તે અંગે જાણી શકાશે. આ ઉપરાંત વેબસાઇટ પર જઇને પણ પ્રોડક્ટ અસલી છે કે નકલી તે ચકાસવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

ફાર્માસિક્યોરના અધ્યક્ષ અને મુખ્ય અધિકારી નકૂલ પસરીચાએ જણાવ્યું કે ભારત સહિત દુનિયાભરમાં નકલી પ્રોડક્ટ્સની સંખ્યા વધી રહી છે. તેની અસર ફક્ત બ્રાંડની વિશ્વસનીયતા પર જ નહી પરંતુ કંપનીની આવક પર પણ પડે છે. તેમણે જણાવ્યું કે નકસી ઉત્પાદનોના કારણે સરકારને પણ કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. સાથે જ આ નકલી ઉત્પાદનો વપરાશકર્તાના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે.

તેમણે જણાવ્યું કે આ અંગેની જાણકારી આપવા માટે અમે કંપનીઓનો સંપર્ક સાધીએ છીએ. કંપનીના પ્રોડક્ટના દરેક વેચાણ પર એક વિશેષ કોડ નાંખવામાં આવે છે. તેમાં વેચાણની સંખ્યા, એક્સ્પાયરી ડેટ અને ફોન નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. તેવામાં જેવો ગ્રાહક તે ફોન નંબર પર સંબંધિત પ્રોડક્ટનો કોડ SMS કરશે તેવો જ તેના ફોન પર SMS આવશે. આ રીતે સરળતાથઈ જાણી શકાય છે કે પ્રોડકટ અસલી છે કે નકલી. બારકોડની મદદથી ગ્રાહકોને તે તમામ માહિતી મળશે, જે કંપની તે બારકોડમાં સામેલ કરવા માટે તૈયાર હશે. તેમાં એમઆરપી, એક્સપાયરી ડેટ સહિત અન્ય જરૂરી માહિતી પણ સામેલ હોય છે. તેમણે જણાવ્યું કે ભારતમાં હાલ તેઓ તે કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે, જે રોજિંદી જરૂરિયાતના પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે, જેથી લોકો તેનો વધુમાં લધુ લાભ લઇ શકે.

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!