GSTV

ઘરમાં કબૂતર માળો બનાવે તો તેને શુભ માનવામાં આવે છે કે અશુભ?

Last Updated on December 15, 2020 by Mansi Patel

કબૂતર એક એવું પક્ષી છે, જે ફિલ્મોમાં જ નહી પોતાના સ્વભાવને કારણે રિયલ લાઈફમાં પણ પસંદ કરવામાં આવે છે. ઘણીવાર લોકો તેને પાળવાનું પણ પસંદ કરે છે. પરંતુ તમારા માટે તે જાણવું બહુ જ જરૂરી છેકે, ઘરમાં કબૂતરનો માળો હોવો શુભ અને અશુભ બંને સંકેત લઈને આવે છે. કબૂતરને દાણા ખવડાવવા લોકોને ખૂબ પસંદ આવે છે પરંતુ પાળવા બહુજ મુશ્કેલ છે.

સુખ-શાંતિ આવવાનો સંકેત

ઘરમાં કબૂતરનું આવવું સુખ-શાંતિ આવવાનાં સંકેત આપે છે. તેનાંથી તમને ઓછા સમયમાં મોટી સફળતા મળી શકે છે. જોકે, અમુક લોકો ઘરમાં તેને ખરાબ માને છે પરંતુ આ એક સારો સંકેત માનવામાં આવે છે.

કબૂતરોને દરરોજ આપો દાણા-પાણી

પ્રયાસ કરો કે, કબૂતરોને દરરોજ દાણા-પાણી આપો. તેનાંથી તમને ફક્ત તેમની દુવાઓ જ નહી મળે, પરંતુ તમારા ઘરમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ પણ બની રહેશે.

આનાંથી ઘરમાં આર્થિક તંગીની સાથે અસ્થિરતા આવે છે

પરંતુ ધ્યાન રાખો શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યુ છેકે, ઘરમાં અથવા તેની આસપાસ કબૂતરનો માળો બનેલો છે તો તેને વાર કર્યા વગર ઘરથી દૂર છોડી આવો કારણકે, તેનાંથી આર્થિક તંગીની સાથે ઘરમાં અસ્થિરતા આવે છે.

ખરાબ ભાગ્ય પણ સારા ભાગ્યમાં બદલાશે

કબૂતર ઘરમા આવે તો તમારું ખરાબ ભાગ્ય પણ સારા ભાગ્યમાં બદલાઈ શકે છે.

કબૂતરો માતા લક્ષ્મીનાં ભક્તો હોય છે

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છેકે, કબૂતર માતા લક્ષ્મીનાં ભક્ત હોય છે. અત: ઘરમાં કબૂતરોનો વાસ હોવાથી લક્ષ્મીની વૃદ્ધિ હોવાની સાથે સાથે સુખ શાંતિમાં પણ વૃદ્ધિ થાય છે. કબૂતરોને પાળવા કરતાં તેમને દરરોજ દાણા આપો તે સારું રહેશે.

READ ALSO

Related posts

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!