GSTV
India News Trending

સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ, જાણો દેશના આ જાંબાઝ અધિકારીના પરિવાર વિશે…

ખરાબ હવામાનને કારણે તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ સીડીએસ બિપિન રાવત વેલિંગ્ટનમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમની પત્ની સાથે ગયા હતા. આ અકસ્માત કુન્નુરના ગાઢ જંગલમાં થયો હતો.

જોકે, સેનાએ સીડીએસ બિપિન રાવતની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સીડીએસને બચાવી લેવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ આ સમાચારના કારણે આખા દેશમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. સોશિયલ મીડિયા પર લોકો હાલ સીડીએસ અને તેમની પત્નીની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. બિપિન રાવતને 31 ડિસેમ્બર, 2019ના રોજ સીડીએસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

હેલિકોપ્ટર

ઉત્તરાખંડથી સીડીએસ બિપિન રાવત :

લેફ્ટનન્ટ જનરલ લક્ષ્મણ સિંહ રાવતના પુત્ર બિપિન રાવતનો જન્મ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં થયો છે. તેમનો પરિવાર પેઢીઓથી સેનાની સેવા કરી રહ્યો છે. બિપિન રાવત, સેન્ટ એડવર્ડસ્કૂલ, શિમલા અને નેશનલ ડિફેન્સ એકેડેમી, ખડકસાલાના વિદ્યાર્થી છે. ડિસેમ્બર 1978માં ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દહેરાદૂનમાંથી 11મી ગોરખા રાઇફલ્સની પાંચમી બટાલિયનમાં તેમની નિમણૂક કરવામાં આવી હતી, જ્યાં તેમને “સ્વોર્ડ ઓફ ઓનર” એનાયત કરવામાં આવી હતી.

કોણ છે બિપિન રાવતની પત્ની ?

બિપિન રાવતની પત્નીનું નામ મધુલિકા રાવત છે. તે આર્મી વુમન વેલ્ફેર એસોસિએશન ની પ્રમુખ છે અને લાંબા સમયથી તેમની સાથે સંકળાયેલી છે. બીપીન રાવતની બે પુત્રીઓ પણ છે જેમાંથી એકનું નામ કૃતિકા રાવત છે.

બિપિન રાવત વર્ષ 2016માં બન્યા હતા આર્મી ચીફ :

બિપિન રાવત સીડીએસ બન્યા તે પહેલા ૨૭ મા આર્મી ચીફ હતા. તેમને આર્મી ચીફ બનતા પહેલા 1 સપ્ટેમ્બર, 2016ના રોજ ભારતીય સેનાના ડેપ્યુટી આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

દેશને વિશેષ સેવાઓ પ્રદાન કરવા બદલ ઘણી વખત સન્માનિત :

બિપિન રાવતને આતંકવાદ વિરોધી અભિયાનનો ઘણા વર્ષોનો અનુભવ છે. બિપિન રાવતે ઘણા વર્ષો સુધી ઊંચાઈવાળા યુદ્ધક્ષેત્રોમાં પણ કામ કર્યું છે. તેમને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે ‘પરમ વિશિષ્ટ સેવા મેડલ’ એપણ નાયત કરવામાં આવ્યો છે. તેમને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ , અતિ વિશિષ્ટ સેવા મેડલ , યુદ્ધ સેવા મેડલ , સેના મેડલ , વિશિષ્ટ સેવા મેડલ વગેરે એનાયત કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

એક દિવસની મુસાફરી માટે પણ જરૂરી છે આ ચીજ વસ્તુઓ, તેને તમારી બેગમાં પેક કરવાનું ન ભૂલો

Drashti Joshi

મગની દાળ ખાવાના છે અઢળક ફાયદા, ડાયાબિટીસ કંટ્રોલ થશે, ઘણી બીમારીઓ તમારાથી રહેશે દૂર

Hina Vaja

મલેશિયન ભરતનાટ્યમ નૃત્ય ગુરુનું સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર નિધન

Padma Patel
GSTV