જ્યારે પણ કોઈ મકાન માલિક તેની પ્રોપર્ટી ભાડે આપે છે, ત્યારે તેને ડર હોય છે કે અહીં થોડા વર્ષો રહ્યા પછી ભાડુઆત કબ્જો ના કરી લે? હકીકતમાં એવું કહેવાય છે કે જો કોઈ ભાડુઆત કોઈપણ મિલકતમાં લાંબા સમય સુધી રહે છે, તો તે તેના પર દાવો કરી શકે છે અને કબજો કરી શકે છે. ઘણી વખત તમે તમારી આસપાસ જોયું પણ હશે કે કોઈ ભાડુઆતે મકાન માલિકની મિલકત ખાલી કરવાની ના પાડી દીધી હોય.

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આખરે, શું એવો કોઈ નિયમ છે કે કેટલાક વર્ષો પછી ભાડુઆત મિલકત પર દાવો કરી શકે અથવા આ વાતો ખોટી છે. ચાલો જાણીએ ભાડુઆત અને મકાન માલિકને લગતા એવા નિયમો, જેને જાણીને તમે સરળતાથી તમારું ઘર ભાડે આપી શકો છો અને જો તમે ભાડુઆત છો તો તમારે પણ આ નિયમથી વાકેફ રહેવું જોઈએ.
શું કહે છે કાયદો?
કાયદાના જાણકારોના મતે જો જોવામાં આવે તો ભાડુઆત કોઈ પણ મિલકત પર દાવો નથી કરી શકતો અને તેનો માલિકની મિલકત પર કોઈ અધિકાર નથી. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે તે આ કરી શકતો નથી, તે વિવિધ સંજોગો પર આધાર રાખે છે. અમુક સંજોગોમાં ભાડા પર રહેતી વ્યક્તિ તેના પર પોતાનો દાવો કરી શકે છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મુજબ એડવર્સ પજેશનમાં આમ નથી થતું અને તેમા જેનો સંપત્તિ પર કબ્જો હોય છે, તેને વેચવાનો તેનો અધિકાર પણ હોય છે.
એટલે કે જો કોઈ વ્યક્તિ 12 વર્ષ સુધી મિલકત પર એડવર્સ કબજો રાખે છે, તો તેને મિલકત પર અધિકાર મળે છે. હવે જાણીએ કે આ એડવર્સ કબજો શું છે? ઉદાહરણ દ્વારા સમજીએ તો જો કોઈ વ્યક્તિએ તેની મિલકત તેના જાણીતા વ્યક્તિને રહેવા માટે આપી છે અને તે ત્યાં 11 વર્ષથી વધુ સમયથી રહે છે, તો તે તે મિલકત પર હક નોંધાવી શકે છે. તેનાથી વિપરિત જો કોઈ ભાડુઆત હોય અને મકાન માલિક સમયાંતરે રેન્ટ એગ્રીમેન્ટ બનાવે છે, તો તેને કોઈ સમસ્યા નહીં થાય. આવી સ્થિતિમાં કોઈ તેની મિલકત પર કબજો જમાવી શકતો નથી.

શું કરવું જોઈએ?
આવી સ્થિતિમાં મકાન માલિકને સલાહ આપવામાં આવે છે કે તે સમયાંતરે રેન્ટ એગ્રીમેન્ટ બનાવતા રહે, આ તમને સાબિતી આપશે કે તમે મિલકત અન્ય વ્યક્તિને ભાડે આપી છે અને આ કિસ્સામાં તે તે મિલકતનો માલિક હોઈ શકે નહીં. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે લિમિટેશન એક્ટ 1963 હેઠળ, ખાનગી સ્થાવર મિલકત પર લિમિટેશનની વૈધાનિક અવધિ 12 વર્ષ છે જ્યારે સરકારી સ્થાવર મિલકતના કિસ્સામાં તે 30 વર્ષ છે. આ સમયગાળો કબજાના દિવસથી શરૂ થાય છે. ઉલ્લેખનીય છે કે કાયદો તે વ્યક્તિ સાથે છે જેણે 12 વર્ષથી વધુ સમયથી સ્થાવર મિલકત પર કબજો કર્યો છે.
Read Also
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?
- How To Make Puri Ka Halwa/ વધેલી પૂરીઓમાંથી બનાવો જોરદાર પૂરીનો હલવો, દરેક વ્યક્તિ પૂછશે તેની રેસિપી
- રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું, આગામી 22થી 26 દરમિયાન માવઠાની આગાહી
- બિલ્કીસ બાનો કેસ: CJI ડી.વાય ચંદ્રચુડ વિશેષ બેંચ બનાવવા માટે સંમત, જાણો કેમ જસ્ટિસ બેલા ત્રિવેદી સુનાવણીથી અલગ થયા