GSTV
Home » News » ભાજપે આ રાજ્યમાં ગઠબંધન ન કર્યું તો પડશે મોટો ફટકો, કોંગ્રેસ થઇ જશે ખુશ

ભાજપે આ રાજ્યમાં ગઠબંધન ન કર્યું તો પડશે મોટો ફટકો, કોંગ્રેસ થઇ જશે ખુશ

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ચકમકો જરી રહી છે. જેનો ફાયદો ઉઠાવવા કોંગ્રેસ અને એનસીપી સહિતના પક્ષો રાહ જોઈ રહ્યાં છે. 5 વિધાનસભાના રિઝલ્ટ બાદ કોંગ્રેસ હાલમાં ગેલમાં છે. જો મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપ સાથે ન જોડાઈ તો આ રાજ્યમાં સૌથી મોટો ફટકો ભાજપને પડશે એ વાસ્તવિકતા છે.

ભાજપ અને શિવસેનાની યુતિ થશે તો જ બંને પક્ષોને લાભ

આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને શિવસેનાની યુતિ થશે તો જ બંને પક્ષોને લાભ થશે એવી માહિતી ભાજપને એના આંતરિક સર્વેમાં જાણવા મળી છે. યુતિ ન થવા પર એનો સીધો ફાયદો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીને મળશે એવી પણ માહિતી આ સર્વેમાંથી મળી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપના ગઠબંધનને પગલે હાલમાં ફડણવીસની સરકાર ચાલી રહી છે. હાલમાં શિવસેના અને ભાજપ વચ્ચે ચકમક ઝરી રહી છે. આ બંને અલગ થયા તો તેનો સીધો ફાયદો કોંગ્રેસ અને એનસીપીને થશે. આ એક સરવેમાં બહાર આવ્યું છે. દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ હિન્દી બેલ્ટમાં મહારાષ્ટ્ર જ ભાજપનો ગઢ બચ્યો છે. જો શિવસેના સાથે યુતિ ન થઈ તો ભાજપને ભૂંડા પરિણામો ભોગવવા પડશે.

ભાજપને મળશે ઓછી બેઠકો

લોકસભાની ચૂંટણી બંને પક્ષ એકત્ર થઈને લડશે તો 30થી 34 બેઠકો પર વિજય મેળવવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસ-રાષ્ટ્રવાદી આઘાડીને 18થી 20 બેઠકો મળવાની શક્યતા છે. બીજી તરફ જો બંને પક્ષો યુતિ નહીં કરે અને સ્વબળે ચૂંટણી લડશે તો ભાજપને માત્ર 15થી 18 બેઠકો અને શિવસેનાને 8થી 10 બેઠકો મળવાની સંભાવના છે જ્યારે કોંગ્રેસ-રાષ્ટ્રવાદી આઘાડીને 22થી 28 બેઠકો મળી શકે છે.

શિવસેના-ભાજપ યુતિ વિશે અસમંજસ યથાવત્

શિવસેના અને ભાજપની યુતિ થશે કે કેમ એના પ્રત્યે તમામ રાજકીય પક્ષોનું ધ્યાન ખેંચાયું છે. આગામી ચૂંટણીમાં શિવસેના સાથે યુતિ કરવાની ઇચ્છા ભાજપના અનેક નેતાઓએ જાહેરમાં વ્યક્ત કરી છે, પણ નારાજ શિવસેનાએ સ્વબળે ચૂંટણી લડવાની ઇચ્છા વખતોવખત જાહેર કરી છે. આ એક નુક્સાનકારી પગલું છે. જેની સીધી અસર લોકસભાની બેઠકોને પડશે. ચૂંટણી વિશ્લેષકો હાલમાં ચકમક એ સીટોને લઇને છે. ભાજપ અને શિવસેના એક સાથે જ ચૂંટણી લડશે. નુક્સાન થવાનું એ બંને સારી રીતે જાણે છે ફક્ત સીટો માટે હાલમાં આ એક પ્રેશર ટેક્ટિસ હોવાનું મનાઈ રહ્યું છે.

Related posts

ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની ડાર્ક સાઈડના ભાગની તસવીરો મોકલશે, ઓર્બિટરનું કાર્ય થયું શરૂ

GSTV Desk

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!