GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

બાલા સાહેબ ઠાકરે સાથે જોડાયેલા છે વડાપાંવ, જાણો કોણે કરી હતી તેની શોધ

વડાપાવ મહારાષ્ટ્રનું સૌથી ફેમસ ફાસ્ટફૂડ છે. ગરીબો માટે અને ઓછી કમાણીવાળા લોકોનું પ્રિય ફૂડ પણ કહી શકાય. મુંબઈમાં ઓછી કમાણીમાં ગુજારો કરતા લોકો માટે 10 રૂપિયામાં ચા અને વડાપાવનો નાસ્તો સૌથી શ્રેષ્ઠ રહે છે. વડાપાવ હવે તો માત્ર મહારાષ્ટ્ર જ નહીં પણ દેશ-વિદેશમાં પણ બહુ ફેમસ છે, પરંતુ એ ફેમસ કેવી રીતે બન્યા એ વિશે કદાચ તમે નહીં જાણતા હોય.

અશોક વૈદ્યએ આપી વડાપાવને ઓળખ

મુંબઈના મધ્યમવર્ગીય પરિવારના અશોક વૈધ્ય 1966માં શિવસેના પાર્ટીના કાર્યકર્તા બન્યા. શિવસેનાના સંસ્થાપલ બાલા સાહેબ ઠાકરે માનતા હતા કે, તેમના કાર્યકર્તાઓ નવરા ન બેસે, તેમણે પરિવારના ભરણપોષણ માટે કોઇને કોઇ કામ કરતા જ રહેવું. જેનાથી પ્રેરિત થઈને અશોક વૈદ્યે દાદર રેલ્વે સ્ટેશનની બહાર બટાકા વડાં વેચવાનાં શરૂ કર્યાં.

ત્યારબાદ તેમણે આ બટાકા વડાં સાથે કઈંક ક્રિએટિવ કરવાનું વિચાર્યું. ત્યારબાદ તેમટે પોતાના સ્ટોલની બાજુના આમલેટ વાળા પાસેથી થોવા પાવ લઈ, તેને વચ્ચેથી કાપી વચ્ચે બટાકા વડું મૂકી સર્વ કરવાનું શરૂ કર્યું. મહારાષ્ટ્રનાં લોકો તીખું ખાવાનાં શોખીન હોવાથી તેમણે તેને લાલ મરચા અને લસણની સૂકી ચટણી સાથે સર્વ કરવાનું શરૂ કર્યું.

ઉલ્લેખનિય છે કે, લોકોને આ વડાપાવ બહું ભાવ્યા. શિવસેનાના કાર્યકર્તાઓને પણ આ જ ખવડાવવામાં આવતા. શરૂઆતના સમયમાં વડાપાવ માત્ર 20 જ પૈસામાં મળતા.

આજની તારીખમાં માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા ભારતમાં વડાપાવ બહુ ફેમસ છે અને લોકોને બહુ ભાવે પણ છે.

Related posts

અહીં ખુલી ગયા છે રેડ લાઈટ એરિયા: નિયમો હશે વધુ કડક, કિસ કરવા પર પણ પ્રતિબંધ

Pravin Makwana

રાજ્યમાં પાંચ વર્ષ કે તેથી ઉપરના અનુભવી પોલીસ કોન્સ્ટેબલને સોંપવામાં આવી આ જવબાદારી

Nilesh Jethva

મધ્યપ્રદેશના બે પૂર્વ CM ઉપર સિંધિયાની ગર્જના, ટાઈગર અભી જિંદા હૈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!