સરકાર શત્રુ પ્રોપર્ટી પોતાની કરીને 1 લાખ કરોડ રૂપિયા હડપવાની તૈયારીમાં, નિયમમાં કર્યો બદલાવ

મુંબઈમાં આવેલુ જિન્ના હાઉસ હવે વિદેશની પ્રોપર્ટી ગણાશે. આ ખબર આવતાની સાથે જ ફરીવાર સરકારે શત્રુ સંપતિને હડપવાની પ્રકિયા પર કામ ચાલુ કર્યું છે. હવે આ જિન્ના હાઉસનાં અધિગ્રહણની પ્રકિયા ખુબ જડપી બનાવવામાં આવી છે. આ હાઉસનાં મુળ માલિક પાકિસ્તાનનાં મોહમદ અલી જીણા છે. અને એની દિકરીની સરકાર સાથે આ મામલે લાંબી લડાઈ પણ ચાલી હતી.

પરંતુ પાછળનાં દિવસોમાં સાંસદે 49 વર્ષ જુના શત્રુ સંપતિ વિવાદ માટેનાં નિયમમાં ફેરફાર કર્યો છે. અને હવે નિયમ એવો છે કે ભારત છોડીને પાકિસ્તાન કે ચીન કે પછી બીજા ગમે તે દેશમાં ગયા હોય પણ હવે અહીંની પ્રોપર્ટી પર તેનો કોઈ હક નથી. માટે સરકાર આવી બધી સંપત્તિને પોતાના કબ્જામાં કરવાની તૈયારીમાં લાગી છે. નિયમમાં ફેરફાર કર્યા પછી હવે જિન્ના હાઉસને વિદેશ મંત્રાલયની પ્રોપર્ટી જાહેર કરી દેવામા આવશે.

એક લાખ કરોડની છે દુશ્મન સંપત્તિ, સરકારી ખજાનો ભરાશે

આ જ વર્ષે પ્રારંભિક મહિનામાં કેન્દ્ર સરકારે દુશ્મન સંપત્તિ વેચવાની કવાયત પણ શરૂ કરી દીધી છે. સરકારે તેના લક્ષ્યાંકમાં આશરે એક લાખ કરોડ રૂપિયા આવશે એવો ટાર્ગેટ રાખ્યો છે. કેન્દ્ર સરકારે મુખ્ય સંરક્ષણ કાર્યાલય એટલે કે કસ્ટોડિયનને આ વર્ષે જુન-જુલાઈ સુધીમાં બધી જ શત્રુ સંપત્તિઓની યાદી આપવાનો આદેશ આપ્યો છે.

વંશજોની સંપત્તિ પર નહી કરી શકાશે દાવો

દુશ્મન મિલકત પર નિયંત્રણ રાખવા અને દેખરેખ રાખવા માટે ગૃહ મંત્રાલયે પણ આદેશ આપ્યો છે. મંત્રાલયના આદેશ પછી જે જીલ્લાઓ અને રાજ્યોમાં દુશ્મન મિલકત છે તેમના માટે મૂલ્યાંકન સમિતિ પણ રચવામાં આવી છે જેની અધ્યક્ષતા જીલ્લા અધિકારીઓનાં હાથમાં છે. આ નિર્ણય દુશ્મન મિલકત (સંશોધન અને વૈધિકરણ) કાયદો 2017 અને દુશ્મન મિલકત (સંશોધન) નિયમ 2018માં સુધારો કર્યા પછી લેવામાં આવ્યાં છે. ગયા વર્ષે લોકસભામાં ઉક્ત વિધેયમાં સુધારો કર્યા પછી, આ જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે ભારત વિભાજન સમયે પાકિસ્તાન અથવા ચીન જતા રહ્યાં હોય એ લોકોના વંશજ અહીં એની કોઈ પણ પ્રોપર્ટી પર દાવો અથવા દલીલ કરી શકશે નહીં.

શું છે શત્રુ સંપત્તિ

ભારતનાં ભાગલા દરમિયાન દેશ છોડીને ગયેલા લોકોની સંપત્તિ સહિત, 1962ના ભારત-ચીન યુદ્ધ અને 1965ના ભારત-પાક યુદ્ધ પછી ભારત સરકારે એ દેશનાં નાગરિકોની સંપત્તિને સીલ કરી દેવામાં આવી હતી. આ જ સંપત્તિઓને સરકારે શત્રુ સંપત્તિ જાહેર કરી દીધી છે.

આ છે મોંઘેરા આકડાઓ

ગોવામાં પાકિસ્તાની નાગરિકોની મિલકત 263 જેટલી છે અને કિંમત 100 કરોડ રૂપિયા છે.

ગુજરાતમાં પાકિસ્તાની નાગરિકોની મિલકત 146 છે અને તેનો ભાવ 844 કરોડ રૂપિયા છે.

હરિયાણામાં પાકિસ્તાની નાગરિકોની મિલકત 9 છે અને તેની કિંમત 791 કરોડ છે.
કર્ણાટકમાં પાકિસ્તાની નાગરિકોની મિલકત 20 અને ચીનનાં નાગરિકોની મિલકત 01 છે આ બંન્નેની કુલ કિંમત 151 કરોડ છે.

કેરળમાં પાકિસ્તાની નાગરિકોની મિલકત 60 છે અને કિંમત 1375 કરોડ છે.

મધ્ય પ્રદેશમાં પાકિસ્તાની નાગરિકોની મિલકત 88 જેટલી છે તેમજ ચિની નાગરિકોની મિલકત 01 છે અને કુલ ભાવ 179 કરોડ રૂપિયા છે.

મહારાષ્ટ્રમાં પાકિસ્તાની નાગરિકોની મિલકત 48 છે અને જેની કિંમત 571 કરોડ રૂપિયા છે.

રાજસ્થાનમાં પાકિસ્તાની નાગરિકોની મિલકત 22 અને ચિની નાગરિકોની મિલકત 01 છે જેની કુલ કિંમત 23 કરોડ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter