GSTV
Home » News » શારદા ચીટફંડ કૌભાંડ : CBIએ કર્યા મોટા ખુલાસા, 5 વર્ષ રાહ જોઈ છે

શારદા ચીટફંડ કૌભાંડ : CBIએ કર્યા મોટા ખુલાસા, 5 વર્ષ રાહ જોઈ છે

શારદા ચિટફંડ કૌભાંડમાં સીબીઆઈ તપાસ મામલે કેન્દ્ર સરકાર અને બંગાળ સરકાર વચ્ચે રકજક ચાલી રહિ છે. ઘણાં દિવસો સુધી રાજકિય ગરમાવો જોવા મળ્યો. ત્યારબાદ સુપ્રિમ કોર્ટે આદેશ આપતા મેઘાલયનાં શિલોન્ગમાં CBIએ કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પુછપરછ કરી હતી. આ કેસમાં અગાઉ સીબીઆઈ પુછપરછ કરવા માગતી હતી પરંતુ પશ્ચિમ બંગાળ પોલીસ સીબીઆઈને સહકાર આપતી નહોતી.

વિવાદ ક્યારે શરૂ થયો?

સીબીઆઈનાં પાંચ અધિકારીઓને કોલકાતા પોલીસે કસ્ટડીમાં લીધા ત્યારથી આ વિવાદ શરૂ થયો. આ પાંચ ઓફિસર્સ 40 અધિકારીઓની ટીમનો જ ભાગ હતાં. જે 40 અધિકારીઓ રાજિવ કુમારની પુછપરછ કરવા તેમનાં ઘરે ગયા હતા. સીબીઆઈ અધિકારીઓને અઢી કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા ત્યારબાદ તેમને છોડી મુકાયા હતાં.

મમતા ધરણા પર બેઠા!

જો કે ત્યારબાદ મુશ્કેલી વધી ગઈ અને બંગાળનાં સીએમ મમતા બેનરજી ધરણા પર બેસી ગયા હતાં. ત્યારે પોલીસ કમિશ્નર પણ મમતા સાથે ધરણા સ્થળે હાજર હતા. થોડી જ ક્ષણોમાં આ મામલો બંધારણીય સંકટનો મુદ્દો બની ગયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યનાં જલપાઈગુડીમાં પોતાની રેલી દરમિયાન વિપક્ષી દળો સહિત મમતા અને તેમનાં પક્ષ પર સંવૈધાનિક સંકટ ઉભુ કરવાનો આરોપ લગાવ્યો. જ્યારે બીજી તરફ મમતા બેનરજી, તેમની પાર્ટી અને વિપક્ષોનું કહેવું હતું કે કેન્દ્ર સરકાર સીબીઆઈનો દુરૂપયોગ કરી રહિ છે.

શું બંધારણીય સંકટ ઉભુ થયું?

સૌથી પહેલા તો એ સમજીએ કે બંધારણીય સંકટ એટલે શું. કેન્દ્રિય તપાસ એજન્સીનાં અધિકારીઓને કસ્ટડીમાં લેવા અને કેન્દ્રિય ગૃહ મંત્રી દ્વારા રાજ્યપાલ પાસેથી ગોપનીય અહેવાલ મંગાવવો, આ તમામ બાબતોને બંધારણીય સંકટ કહિ શકાય. પશ્ચિમ બંગાળમાં પોલીસ અધિકારીનાં બચાવમાં મુખ્યમંત્રીનું મેદાનમાં ઉતરવું અને ધરણાં પર બેસવું એ સંઘીય વ્યવસ્થાની નિષ્ફળતા બયાન કરે છે. મમતા બેનરજીએ તો પોલીસ અધિકારીને રાજ્યનો સર્વોચ્ચ એવોર્ડ આપવાની વાત કરી હતી. જેને લીધે આ મામલો અતિ ગંભીર બની ગયો હતો.

પશ્ચિમ બંગાળમાં ઉભી થયેલી સ્થિતીને બંધારણીય સંકટ કહિ શકાય, જે સર્વોચ્ચ ન્યાયાલયનાં હસ્તક્ષેપ બાદ મામલો થાળે પડ્યો. પરંતુ જો બંધારણીય અનુચ્છેદ-356ને ધ્યાને લઈએ તો આને બંધારણીય ઢાંચાની નિષ્ફળતા ન કહેવાય. આનો મતલબ એ છે કે,રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડે તેવી સ્થિતી નથી.

CBIને પુછપરછનો અધિકાર છે?

સીબીઆઈ દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-1946 મુજબ કાર્ય કરે છે. ઘણી વખત રાજ્યો એવું કહે છે કે સીબીઆઈ કેન્દ્ર સરકારની કઠપૂતળી છે. ગત વર્ષે જ પશ્ચિમ બંગાળમાં તપાસ કરવા માટે સીબીઆઈ પર પાબંદી લગાવાઈ હતી.

ત્યારપછી કોઈ પણ કેસમાં સીબીઆઈએ તપાસ કરવા માટે રાજ્ય સરકાર પાસેથી અનુમતિ લેવી જરૂરી બની ગયું હતું. જો કે આ હુકમ જુના કેસમાં લાગુ પડતો નથી. આનો મતલબ એ થયો કે શારદા ચિટ ફંડ કેસમાં પણ આ નિયમ લાગુ થશે નહિ. જેથી ચિટફંડ કેસમાં પોલીસ કમિશ્નરની પુછપરછ અથવા તપાસ કરવા માટે સીબીઆઈને રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવાની આવશ્યકતા નથી. આના કરતા પણ મોટી વાત એ છે કે સુપ્રિમ કોર્ટનાં આદેશ પ્રમાણે સીબીઆઈ વર્ષ 2014થી શારદા ચિટફંડ કૌભાંડમાં તપાસ કરે છે. કોર્ટે અનેક વખત રાજ્ય સરકારને હુકમ કર્યો હતો કે તપાસમાં સીબીઆઈને સહકાર આપો.

ક્યા રાજ્યમાં CBIને નો-એન્ટ્રી

પશ્ચિમ બંગાળ સિવાય ગત વર્ષે જ આંધ્ર પ્રદેશ સરકારે પણ સીબીઆઈ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ચંદ્રાબાબુ નાયડુની સરકારે રાજ્યમાં તપાસ કરવા માટે સીબીઆઈને આપેલી તમામ ઓથોરિટી પરત લીધી હતી. જાન્યુઆરી,2019માં છત્તીસગઢ સરકારે પણ વગર મંજૂરીએ રાજ્યમાં પ્રવેશ અને તપાસ કરવા પર સીબીઆઈ પર પ્રતિબંધ મુક્યો હતો. સીબીઆઈ પર પ્રતિબંધ મુકવા વાળુ છત્તીસગઢ દેશનું ત્રીજુ રાજ્ય છે.

વિવાદનું મૂળ શું છે?

આ વિવાદનું મુખ્ય કારણ છે શારદા ચિટફંડ કૌભાંડ. લોકોને વધારે રિટર્ન આપવાનાં બહાને શારદા ગૃપે વર્ષ 2000ની શરૂઆતથી એપ્રિલ,2013 સુધી 17 લાખ રોકાણકારોનાં 2500 કરોડ રૂપિયા ભેગા કર્યા. વર્ષ 2009માં માલુમ પડ્યું કે શારદા ગૃપ સેબી અને કંપની લોનું ભંગ કરી રહિ છે. આ ગૃપમાં 239 કંપનીઓ સામેલ છે. પોતાની શાખ જળવાઈ રહે તે માટે શારદા ગૃપે ફુટબોલ ક્લબ મોહન બાગાન અને ઇસ્ટ બંગાળમાં રોકાણ કર્યુ.

ત્યારબાદ વર્ષ 2013માં ખબર પડી કે શારદા ગૃપ નવા રોકાણકારો પાસેથી પૈસા લઈને જુના રોકાણકારોને ચુકવી રહિ છે. કંપની રોકાણથી થનારી આવકમાંથી પૈસા ચુકવતી નથી. એપ્રિલ માસ સુધી આ યોજના બિલકુલ નિષ્ફળ નિવડી. માત્ર પશ્ચિમ બંગાળ જ નહિ પરંતુ આસામ, ઓરિસ્સા અને ત્રિપુરાનાં લોકોનાં પૈસા પણ ડુબ્યા. તે જ વખતે શારદા ગૃપનાં મેનેજીંગ ડિરેક્ટર સુદિપ્તા સેન તેમજ અન્ય અધિકારીઓની કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી. આ સમયે જ મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ કેસની તપાસ કરવા માટે સીટ(SIT)ની રચના કરી. આ સાથે જ સરકારે નાના રોકાણકારો માટે 500 કરોડ રૂપિયાનાં ફંડની જાહેરાત કરી.

તૃણમુલ કોંગ્રેસનું નામ કેમ સામે આવ્યું?

તૃણમુલ કોંગ્રેસ પર આરોપ છે કે,શારદા ચિટફંડ ગૃપનાં ચેરમેન સુદિપ્તા સેન મમતા બેનરજીનાં અત્યંત નજીક છે. જેથી તૃણમણનું નામ સામે આવી રહ્યું છે. માત્ર આટલું જ નહિ પરંતુ તે સમયે તૃણમુલનાં સાંસદ કૃણાલ ઘોષને મીડિયા સમુહનાં સીઈઓ બનાવાયા હતાં. આ મીડિયા સમુહમાં શારદા ગૃપે 988 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. ઘોષનો પગાર પણ ઘણો સારો હતો. તેમને દર મહિને 16 લાખ રૂપિયા પગાર ચુકવાતો હતો.

આ સિવાય પાર્ટીનાં અન્ય સાંસદ સુજોય બોઝ પણ કંપનીનાં મીડિયા કામકાજ સાથે સંકળાયેલા હતાં. કંપનીનાં કર્મચારીઓનાં વડા પણ રાજ્યનાં તત્કાલિન પરિવહન મંત્રી મદાન મિત્રા હતાં. સીબીઆઈએ પાર્ટીનાં તમામ નેતા જેવાકે સુજોય બોઝ, મદાન મિત્રા તથા કૃણાલ ઘોષને ઝડપી પાડ્યા હતાં.

ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ પણ શારદા ગૃપ સાથે જોડાયેલા!

કોંગ્રેસ અને ભાજપનાં નેતાઓ પણ આ કંપની સાથે જોડાયેલા હોવાનો આરોપ લાગ્યા છે. આરોપમાં કહેવાયું છે કે, કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મતંગ સિંહ તથા આસામ ભાજપનાં નેતા હેમંત બિસ્વસરમા પણ કંપની સાથે જોડાયેલા હતાં. આ કેસમાં ઇડીએ વર્ષ 2015માં બિસ્વસરમાની પત્નિની પુછપરછ કરી હતી. શારદા ગૃપે બિસ્વસરમાની પત્નિ રિન્કીને જાહેરાત માટે પૈસા આપ્યા હતાં. એક સમયમાં મમતા બેનરજીનાં વિશ્વાસુ ગણાતા મુકુલ રોયની પણ અગાઉ સીબીઆઈએ પુછપરછ કરી હતી. જો કે મુકુલ રોય અત્યારે ભાજપમાં છે.

READ ALSO

Related posts

રેવાના નામે રાજનીતિ : મધ્યપ્રદેશ અને ગુજરાતની સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ

Mayur

ધોનીનો મોટો નિર્ણય, આગામી 2 મહિના સૈનિકો સાથે રહેશે, વેસ્ટઇન્ડીઝના પ્રવાસે નહી જાય

Bansari

બંધ નહીં થાય ગરીબ રથ ટ્રેન, રેલ્વે મંત્રાલયે જણાવ્યું એ કારણ, જેના કારણે ફેલાયો હતો ભ્રમ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!