ઉંમર 27 વર્ષની અને 18 બાળકોનો પિતા, 5 બાળકોની ખુશખબરી રસ્તામાં

તસવીરમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તેનું નામ કેલ ગૉર્ડી છે. કેલ ગૉર્ડી એટલો પોપ્યુલર છે કે અત્યાર સુધીમાં 18 બાળકોનો પિતા બની ચૂક્યો છે. ઉંમર પણ માત્ર 27 વર્ષની છે. ઘણા લોકો 27 વર્ષની ઉંમરે જ્યાં ટ્રાવેલ ટ્રીપ પર જવાનું નક્કી કરતા હોય ત્યાં આ ભાઈ સાહેબ 18 બાળકોના પિતા બની ચૂક્યા છે. અને હા, 5 બાળકોની ખુશ ખબરી રસ્તામાં જ છે.

લોસ એન્જલિસમાં રહેનારો આ 27 વર્ષનો યુવક આટલા બધા બાળકોનો પિતા બાયોલોજીકલી બન્યો છે. વિજ્ઞાનની ભાષામાં ન સમજાયું હોય તો જ્હોન અબ્રાહમના પ્રોડક્શનની અને આયુષ્માન ખુરાનાની પહેલી ફિલ્મ વિકી ડોનર જોઈ લો. આ માણસ પણ આજ રીતે પિતા બન્યો છે.

કેલ ગૉર્ડીએ ચાર વર્ષ પહેલા નક્કી કર્યું કે મારે કંઈક કરવું છે. તેણે એવા પેરેન્ટસની મદદ કરવાનું નક્કી કર્યું જે માતા પિતા નથી બની શકતા. આ સાથે જ તે બાયોલોજીકલ પિતા બનવા લાગ્યો.

20 વર્ષની ઉંમરે પોતાના રિલેશનશિપથી પરેશાન થઈ ગયેલા આ વ્યક્તિએ પોતાનું ફેસબુક પેજ શરૂ કર્યું. જેના પર ફ્રીમાં સ્પર્મ ડોનેટ કરવાની જાહેરાત આપી. ત્યારથી કેલના સ્પર્મની ખૂબ જ ડિમાન્ડ છે. કેલ દરેક મહિને પાંચ મહિલાઓને પ્રેગનેન્ટ કરી નાખે છે. અને આજ કારણે કેલને દુનિયાનો સૌથી તાકતવર સ્પર્મ ડોનર માનવામાં આવે છે.

હવે કેલને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક આ બાળકો આગળ જઈ એક બીજાના પ્રેમમાં ન પડી જાય કે લગ્ન ન કરી લે. ગૉર્ડીના બાયોલોજીકલ દ્વારા પેદા થયેલ આ તમામ સંતાનો એક કે બીજી રીતે ભાઈ બહેન થાય છે. એવામાં અંદરોઅંદર આ બાળકોનું પ્રેમ કરવું એ મુસીબત પેદા કરી શકે છે.

આ કારણે જ ગૉર્ડી ખૂબ જ પરેશાન છે. જે સમસ્યાનું નિરાકરણ પણ ગૉર્ડીએ લાવી દીધું છે. ગૉર્ડીએ ઓનલાઈનનો સહારો લઈને આ તમામ માતા પિતાના 23 બાળકોને એક બીજા સાથે મુલાકાત કરાવી દીધી છે. જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ન સર્જાય. અને હવે આરામથી બાળકો પેદા કરવાનું એક માધ્યમ બની ચૂક્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter