GSTV
Home » News » VPF વિશે જાણશો તો PPFને ભૂલી જશો, સારા વ્યાજદર સાથે મળશે આ સુવિધાઓ

VPF વિશે જાણશો તો PPFને ભૂલી જશો, સારા વ્યાજદર સાથે મળશે આ સુવિધાઓ

જો તમે પણ પૈસાને લઈને ચિંતિત રહો છો અને રોકાણને લઈને કોઈ સારો વિકલ્પ શોધી રહ્યા છો તો આજે અમે તમને એક એવા વિકલ્પ વિશે જણાવીશું. જેના દ્વારા તમે તમારા મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાનો મોટો હિસ્સો પીએફ ખાતામાં નાંખી શકો છો. અને સારું રિટર્ન મેળવી શકો છો. તો ચાલો જાણીએ તેના વિશે.

અમે વાત કરી રહ્યા છીએ વોલેન્ટરી પ્રોવિડન્ડ ફંડ (VPF)ની. વીપીએફમાં પણ ઈપીએફઓ જેટલું જ ગેરન્ટેડ રિટર્ન મળી શકે છે. વીપીએફ પુરી રીતે ટેક્સફ્રી હોય છે. જો વ્યાજની વાત કરીએ તો વીપીએફમાં પણ ગ્રાહકોને ઈપીએફઓ જેટલું જ એટલેકે, વ્યાજ 8.65 ટકા વ્યાજ મળે છે. સંગઠિત અને અસંગઠિત ક્ષેત્ર માટે આ રોકાણનો સારો વિકલ્પ છે.

ઘણા લોકોએ વીપીએફને બદલે પીપીએફના ખાતા ખોલાવ્યા છે. વીપીએફમાં, વ્યાજ દર ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે. જો કે, ઇપીએફ કરતા VPFમાં ભંડોળ ઉપાડની શરતો વધુ મુશ્કેલ છે. પરંતુ વીપીએફ પરનું વળતર પીપીએફ કરતા સારું રહ્યું છે. આ સિવાય તમે ઇપીએફઓની વેબસાઇટ પર પણ પી.પી.એફની રકમની જેમ વીપીએફની માહિતી જોઈ શકો છો. આટલું જ નહીં, તમે પૈસા ઉપાડવા માટે ઓનલાઇન ક્લેઈમ પણ કરી શકો છો.

ખાસ વાત એ છે કે તમારે વીપીએફમાં રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જવાની જરૂર નથી. તમારે ફક્ત તમારી એમ્પ્લોયર કંપનીની માહિતી આપવાની છે. આ માટે, તમારે એક ફોર્મ ભરીને મેઈલ કરવો પડશે. અને નિશ્ચિત રકમ તમારા ખાતામાંથી કપાઈને વીપીએફનાં ખાતામાં જતી રહેશે.

વીપીએફમાંથી ઉપાડ માટે તમારે પાંચ વર્ષ કામ કરવું જરૂરી છે. વર્ષ 2016-17માં વીપીએફ પર 8.65 ટકા રિટર્ન મળ્યુ હતુ, જ્યારે પીપીએફમાં ગ્રાહકોને 8.1 ટકા રિટર્ન મળ્યુ હતુ. વર્ષ 2017-18ની વાત કરીએ તો ત્યારે વીપીએફ ગ્રાહકોને 8.55 ટકા રિટર્ન મળ્યુ હતુ. પરંતુ પીપીએફના ગ્રાહકોને 7.6થી 7.9 ટકા રિટર્ન મળ્યુ હતુ.

READ ALSO

Related posts

સોનિયા ગાંધીનો મોદી સરકાર અને અમિત શાહ પર સૌથી મોટો હુમલો, નોર્થ ઇસ્ટ મામલે ફેંક્યો લલકાર

Mansi Patel

મહિને 50 હજારની થશે કમાણી : સરકાર આપશે 80 ટકા સુધીનો લોન, જાણો કયો છે આ વ્યવસાય

Bansari

સારાનાં દિલકશ અંદાઝનાં ફેન થયા યૂઝર, જુઓ PHOTOS…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!