GSTV
Business Finance Trending

ઇનવેસ્ટમેન્ટ/ SIPમાં રોકાણ કરી કરોડપતિ બનવા માંગો છો? આ એક નાની ટ્રિકથી જલદી પૂર્ણ થશે તમારા સપના

રોકાણ

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવાના સૌથી સારા વિકલ્પમાંથી એક માનવામાં આવે છે. SIP દ્વારા દર મહિને નાની રકમની બચતથી પણ આગળ ચાલી એક મોટી રકમ તૈયાર કરી શકાય છે. જો ચતુરાઈથી તેમાં રોકાણ કરવામાં આવે તો ઓછા સમયમાં જ ફાઇનેન્શિયલ ગોલને અચિવ કરી શકાય છે. આજે અમે તમને તેના અંગે જ જાણકારી આપીશું.

SIP

SIP ટોપ અપ એક એવી સુવિધા છે, જેમાં રોકાણકાર નિશ્ચિત સમયમાં તેના રોકાણોની નિશ્ચિત ટકાવારીમાં વધારો કરે છે. ભવિષ્યમાં ઇનકમ ગ્રોથના હિસાબે તેને નક્કી કરી શકાય છે.

સામાન્ય SIP અને ટોપ-અપ SIPમાં અંતર

એક સામાન્ય SIPમાં રોકાણકાર તેના તરફથી યોગદાનને વધારી શકતો નથી. જો તે રકમને વધારવા માંગે છે, તો તેને એક નવી SIP શરૂ કરવી પડશે. ટોપ-અપ SIPમાં આવું નથી હોતું. રોકાણકાર તરીકે તમે તેમાં રકમને વધારી શકો છો. તેના માટે તમારે ભવિષ્યમાં ઇનકમ ગ્રોથ અને તેના હિસાબથી તમારા ફાઇનેન્સિયલ ગોલને ધ્યાનમાં રાખવું પડશે.

કેવી રીતે કામ કરે છે ટોપ- અપ SIP

ટોપ અપ SIP દ્વારા રોકાણકારને સુવિધા મળે છે કે, તે પોતાની માસિક રકમને વધારી શકે છે. ઉદાહરણ તરીકે દર મહિને SIPમાં તમે અંદાજે 10 હજારનું રોકાણ કરો છો. હવે ઇચ્છો છો કે તેમાં દર મહિને 2000 રૂપિયાની રકમ વધારી દેવામાં આવે. તો તમે તે રકમ દર મહિને, નાણાકિય વર્ષ/કેલેન્ડર વર્ષની શરૂઆતમાં અથવા દર 6 મહિને વધારવાનો નિર્ણય લઇ શકો છો.

SIP

ટોપ-અપ SIPના લાભ

મોટાભાગના લોકો SIPમાં લાંબા સમય માટે ફાઇનેન્શિયલ ગોલને અચિવ કરવા માટે રોકાણ કરે છે. તેમાં તેમને ઘર ખરીદવા, બાળકોનું શિક્ષણ અથવા લગ્ન અથવા પોતાનું રિટાયરમેન્ટ ગોલ હોય છે. ફાઇનેન્શિયલ પ્લાનર્સ સૂચન કરે છે કે રોકાણકારોને ટોપ-અપ ફેસિલિટીનો લાભ લેવો જોઇએ. સમય સાથે મોંઘાવરી પણ વધે છે અને રોકાણકારોની સેલેરી પણ. એવામાં ભવિષ્યમાં વધતી મોંઘાવરીનો સામનો કરવા માટે ટોપ-અપ ફેસિલિટી મદદરૂપ સાબિત થઇ શકે છે.

Read Also

Related posts

આધારકાર્ડ મુદ્દે UIDAIએ જારી કરી અપડેટ, કરોડો લોકો પર થશે અસર

Hemal Vegda

Ration Card: આ સ્થિતિમાં કેન્સલ થઈ જશે તમારૂં રાશન કાર્ડ, જાણો સરકારના લેટેસ્ટ નિયમ

Hemal Vegda

લવ મેરેજ કરતા પહેલા પાર્ટનરમાં આ બાબતોની ચકાસણી ખાસ કરી લેજો, નહીં તો સંબંધોમાં તીરાડ પડતા વાર નહીં લાગે

HARSHAD PATEL
GSTV