GSTV
Home » News » એ કારણો જેના પગલે ગુજરાતમાં ભાજપના આ 3 દબંગ નેતાઓની કપાઈ ટિકીટ

એ કારણો જેના પગલે ગુજરાતમાં ભાજપના આ 3 દબંગ નેતાઓની કપાઈ ટિકીટ

ભાજપે ગુજરાતની અન્ય 3 બેઠકો પરના ઉમેદવારોની આજે જાહેરાત કરી. પરંતુ ભાજપે અગાઉ ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં જે રિપીટ થિયરી અપનાવી હતી તેનાથી બિલકુલ વિરૂદ્ધ બુધવારની સાંજે થયું.

ભાજપે ગુજરાતના 3 દબંગ અને દિગ્ગજ નેતાઓની ટિકીટ કાપીને તેમના રાજનૈતિક કરિયર પર પૂર્ણવિરામ મૂકી દીધું. તેમાં વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હરીભાઈ ચૌધરી, મધ્ય ગુજરાતના પ્રભાતસિંહ ચૌહાણ અને સૌરાષ્ટ્રના દબંગ નેતા વિટ્ઠલ રાદડિયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકો પર ભાજપે નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા.

તો મહિલા પાટીદાર નેતા રેશમા પટેલે પણ પોરબંદરથી ચૂંટણી લડવાની વાત કરી છે તેવામાં આ બેઠક પરનો મુકાબલો રોચક બની રહેશે.

ભાજપે આજે જાહેર કરાયેલા ઉમેદવારોના નામમાં બનાસકાંઠાથી પરબત પટેલ, પોરબંદરથી રમેશ ધડૂક અને પંચમહાલથી રતનસિંહને ટિકીટ આપી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાજપને કેટલીક બેઠકો પર સાંસદો માટેની નારાજગી ધ્યાનમાં રાખીને કે અન્ય કારણોસર ટિકીટ બદલવાની સલાહ આપી હતી.

જોકે હાલ સૌને આશ્વર્ય વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીની ટિકીટ કાપવા પર થઈ રહ્યું છે. હરિભાઈ ચૌધરી પાર્ટી તેમજ સરકારના કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેતા રહેતા પરંતુ સ્થાનિક સ્તર પર લોકોની નારાજગી અને સમીકરણો તેમના પક્ષમાં ન સર્જાતા ટેમણે ટિકીટ ગુમાવવાનો વારો આવ્યો.

તો પોરબંદરના સાંસદ વિટ્ઠલભાઈ રાદડિયા બીમાર છે, તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. તેમના પુત્ર જયેશ રાદડિયા ગુજરાત સરકારમાં કેબિનેટ પ્રધાન છે પરંતુ તેઓ પોતાના નાના દીકરાને ટિકીટ અપાવવાના પ્રયાસો કરી રહ્યા હતા.

તો બીજી બાજુ, પ્રભાતસિંહ ચૌહાણ પણ ટિકીટ અને પંચમહાલના રાજકારણ પર અવારનવાર ભાજપને ચેલેન્જ આપી રહ્યા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે પોતાની ત્રીજી પત્નીને ટિકીટ અપાવવા માટે દબાણ કરી ભાજપને મુશ્કેલીમાં નાખી દીધું હતું.

READ ALSO:

Related posts

અમદાવાદમાં કોર્પોરેશને રસ્તા બનાવવાની જગ્યાએ થીંગડા મારતા લોકોમાં રોષ

Kaushik Bavishi

નર્મદા ડેમ તેની સર્વોચ સપાટીથી માત્ર 49 સેમી દુર, 23 દરવાજા ખોલવામાં આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva

રાજ્યના આ કોંગ્રેસી ધારાસભ્યના પુત્રની ધરપકડ, આ હતો આરોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!