GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

કાગળ – પેન ભૂલી જશો! માર્કેટનું સૌથી સસ્તું ડિજિટલ રાઈટિંગ પેડ, જેની કિંમત રૂ 200થી પણ ઓછી છે

જો તમને લખવામાં રસ છે, તો સામાન્ય વાત છે કે તમે ડાયરી અને પેન સાથે રાખતા હશો, જોકે ડાયરી અથવા પેનની સહી સામપ્ત થઈ જાય તો તમે લખી નહિ શકો. જો તમે કાગળ અને પેનમાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો અમે તમારા માટે એક ડિવાઈસ વિશે જાણકારી લઈને આવ્યા છે. જેને ડાયરી અને પેનથી પણ ઓછી કિંમતે ખરીદી શકાય છે અને યોગ્ય રીતે તમે લખી પણ શકો છો.

ક્યો છે આ ડિવાઈસ અને શું છે તેની વિશેષતાઓ

આ ઈલેક્ટ્રિક ડિવાઈસનું નામ – થ્રીફ્ટકાર્ટ રાઈટિંગ પેડ ડ્રોઈંગ ટેબ્લેટ ટેબ વિથ પેન ઈલેક્ટ્રોનિક એલસીડી કિડ્સ ટેબ્લેટ છે. આ એક LCD રાઈટિંગ પેડ છે, જેના પર તમે સરળતાથી લખી શકો છો. આ સિવાય તેને બેગ કે પુસ્તકમાં પણ રાખી શકાય છે. આ ડિવાઈસ એમેઝોન પર ઉપલબ્ધ છે અને તેની કિંમત 499 રૂપિયા છે, જોકે અત્યારે તેના પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ ડિવાઈસ એટલું જોરદાર છે કે તેના પર ફટાફટ લખી શકાય છે. આ સિવાય લખવા માટે તમને એક પ્રકારની ટચ પેન આપવામાં આવે છે, જે તેના ડિસ્પેલને સ્પોર્ટ કરે છે. આની ડિસ્પ્લે પર LED પેનલ લાગેલું હોય છે અને પેનની મદદથી તમે જે લખો છો, તે સામે દેખાવવા લાગે છે. આ કાગળ પર લખવા જેવું જ લાગે છે.

બટન બેટરીની મદદથી ચાલે છે આ ડિવાઈસ

આ ડિવાઈસની બેક-સાઈડમાં એક નાનું પોર્ટ હોય છે., જ્યાં તમે સિંગલબટન બેટરી લગાવી શકો છો. આ બટનમ બેટરી સાઈઝમાં ખુબ જ નાની હોય છે અને ખાસ વાત એ છે કે તેને એકવાર લગાવવાથી વર્ષે સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. રાઈટિંગ પેડ પર બેટરી ઓછી વપરાય છે અને તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આ રાઈટિંગ પડેનો ડિસ્પ્લે બ્રાઈટ છે. જે લોકો આર્ટ સાથે સંકળાયેલા છે, તેમના માટે સ્કેચિંગ કરવાનો એક શ્રેષ્ઠ માધ્યમ છે.

Also Read

Related posts

GUJARAT ELECTION / ચૂંટણી ડ્યૂટીમાં લગાવાયેલા પૈરામિલિટ્રી જવાને AK-56થી બે સાથીઓના લીધા જીવ, અન્ય 2 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi
GSTV