GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

આજે વર્ષનો પહેલો ગુરુ પુષ્ય યોગ છે, સોનું ખરીદવા માટે છે શુભ દિવસ

6 જૂન એટલે કે આજનો દિવસ શુભ સંયોગથી બનેલો છે, દિવાળીની જેમ જ ખૂબ સારું ફળ આપનારો બનશે. આ શુભ સંયોગમાં તમે કોઈપણ નવું કામ કરી શકશો અથવા ધન વૃદ્ધિ માટે નિવેશ અથવા ખરીદી પણ કરી શકો છો. આ શુભ સ્થિતિના કારણે ગુરુવારના દિવસને શનિ નક્ષત્ર પુષ્ય ઉપસ્થિત છે.

જ્યોતિષશાસ્ત્ર માને છે કે પુષ્ય નક્ષત્રનો સંયોગ બને છે તો ગુરુ પુષ્ય યોગ કહેવાય છે. આ વર્ષે કુલ ત્રણ પુષ્ય યોગ બનશે જેમાં પહેલો 6 જૂન, ત્યારબાદ 4 જુલાઈ વર્ષનો બીજો સારો ગુરુ પુષ્ય યોગ બનશે. છેલ્લો ગુરુ પુષ્ય યોગ 1 ઓગસ્ટે બનશે. આ વર્ષના પહેલા પુષ્ય યોગની સારી વાત એ છે કે આ દિવસે અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને વૃદ્ધિ નામક 4 અન્ય શુભ યોગ બને છે જેથી તેનું મહત્વ વધી જાય છે.

ગુરુ પુષ્ય યોગ આટલા માટે છે શુભ
ગુરુ શુભ અને સમૃદ્ધિનો સ્વામી ગ્રહ માનવામાં આવે છે, જ્યારે શનિ મહારાજ બધા ગ્રહોમાં ધીમી ગતિથી ચાલવા વાળા અને ધર્મના કારક ગ્રહ છે. ગુરુ સાથે શનિ સમભાવ રાખે છે. માટે ગુરુના દિવસે શનિનો પુષ્ય નક્ષત્ર યોગ હોય છે ત્યારે ફળદાયી માનવામાં આવે છે. જ્યોતિષો માને છે કે આ દિવસે કરવામાં આવેલું કાર્ય લાંબા સમય સુધી ફળ આપે છે.

ગુરુ પુષ્ય યોગમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે
પુષ્ય નક્ષત્ર સ્થાયિત્વ પ્રદાન કરે છે એટલા માટે જ્યોતિષો માને છે કે સોનાની ખરીદી ગુરુ પુષ્ય યોગમાં સારું ફળ આપે છે. આ શુભ સંયોગમાં ભૂમિ, ભવન, વાહન અને લાંબા સમય સુધીનું નિવેશ ઉત્તમ માનવામાં આવે છે.

Read Also

Related posts

આર્મેનિયાના PM સહિત આખો પરિવારને Corona પોઝીટીવ, PM મોદીએ આપ્યો આ સંદેશ

Harshad Patel

પાલિતાણામાં નાળિયેરના વૃક્ષ પર પડી વીજળી, લાઈવ દ્રસ્યો કેમેરામાં થયા કેદ

Nilesh Jethva

3 રાજ્યોના પ્રમુખોને ભાજપે કરી દીધા ઘરભેગા, મોદી અને અમિત શાહનું લક્ષ્ય બંગાળની ચૂંટણી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!