ખુશખબર! રેલ્વેએ બદલ્યા તત્કાલ ટિકીટના નિયમ, જાણી લો ફાયદામાં રહેશો

હોળી-દિવાળી જેવા તહેવારોમાં ટ્રેનની ટિકીટ મેળવવી મુશ્કેલ બની જતી હોય છે તેવામાં આ વખતે યાત્રો માટે રેલ્વે ખુશખબર લઇને આવ્યું છે. હકીકતમાં આ વખતે હોળી પહેલાં તત્કાલ ટિકીટ બુક કરાવવી સરળ બની જશે. કારણ કે તત્કાલ ટિકીટ બુકિંગની સમય મર્યાદા ઘટાડી દેવામાં આવી છે.

indian railway women right

ભારતીય રેલ્વેએ ટ્રેન જ્યાંથી શરૂ થાય છે ત્યાથી લઇને યાત્રાના દિવસને છોડી તત્કાલ ટિકીટ બુકિંગના એડવાન્સ રિઝર્વેશન પીરીયડને બે દિવસ ઘટાડીને એક દિવસ કરી દેવામાં આવ્યો છે. તેવામાં ટ્રેન નીકળવાની તારીખના એક દિવસ પહેલાં તત્કાલ ટિકીટ બુક કરાવી શકાશે. એસી ક્લાસ માટે સવારે 10 વાગ્યાથી તત્કાલ વિંડો ખુલ્લા મુકવામાં આવે છે જ્યારે સ્લીપર ક્લાસ માટે 11 વાગ્યે વિંડો ખોલવામાં આવે છે.

તત્કાલ ટિકીટ માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

તત્કાલમાં સ્લીપર ક્લાસની ટિકીટ બુક કરાવા માટે 100 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. એસી ચેર કાર માટે આ ચાર્જ 125થી 225 રૂપિયા છે. આ ટિકીટો માટે તમે આઇઆરસીટીસીની વેબસાઇટ પર પણ જઇ શકો છો અથવા તો રિઝર્વેશન કાઉન્ટર પરથી પણ બુક કરાવી શકો છો.

કન્ફર્મ થઇ તત્કાલ ટીકિટ તો નહી મળે રિફંડ

નિયમ અનુસાર જો તત્કાલ ટીકિટ કન્ફર્મ થઇ જાય તો તેને કેન્સલ કરવામાં આવશે તો રિફંડ નહી મળે. તેવામાં જો તમારી તત્કાલ ટિકિટ વેઇટિંગમાં હોય તો કેટલોક ચાર્જ કપાઇને ટિકિટ કેન્સલ થશે અને બાકીની રકમ તમને પરત કરવામાં આવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter