GSTV

નસકોરાથી પરેશાન છો? આ સરળ ઉપાયથી મળશે 7 દિવસમાં છૂટકારો

Last Updated on June 12, 2017 by

ઊંઘમાં નસકોરા બોલાવતા લોકોથી આસપાસ સૂતેલા લોકો તો પરેશાન થઇ જતા હોય છે. નસકોરા બોલાવનાર વ્યક્તિની ઊંઘ ઘસઘસાટ નહીં પણ અધકચરી કહેવાય છે. કોઈ વ્યક્તિ ઊંઘમાં નસકોરાં બોલાવતી હોય ત્યારે તેના મગજને ઓછો આરામ મળે છે. લોકો એવું પણ માનતા હોય છે કે નસકોરાં સાથે ઊંઘનાર વ્યક્તિ અત્યંત ગાઢ નિદ્રામાં હોય છે, પરંતુ તબીબી દૃષ્ટિએ આ માન્યતા ખોટી તથા ભૂલભરેલી છે. જેથી આજે અમે તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવવા કેટલાક શ્રેષ્ઠ ઉપાય જણાવીશું.

 એક કપ હૂંફાળા પાણીમાં એક ચમચી હળદર અને એક ચમચી મધ નાખીને મિક્સ કરી લો. દરરોજ રાતે સૂતા પહેલા આ પાણી પી લો. આ પાણી પીવાથે તમને થોડાક જ દિવસોમાં આ સમસ્યાથી છૂટકારો મળી જશે.

રોજ રાતે સૂતા પહેલા હૂંફાળા પાણીમાં ઇલાયચી અથવા તો ઇલાયચીનો પાવડર મિક્સ કરીને પીવાથી નસકોરાની સમસ્યા દૂર થાય છે.

હળદરને મોટાભાગની બિમારીઓનો માટેનું રામબાણ ઇલાજ માનવામાં આવે છે. દરરોજ રાતે સૂતાના અડધો કલાક પહેલા દૂધમાં હળદર નાખીને પીવાથી આ સમસ્યાનો જલ્દીથી છૂટકારો મળશે.

સૂતા પહેલા પાણીમાં ફૂદીનાના તેલના કેટલાક ડ્રોપ્સ નાખીને કોગળા કરો. આમ કરવાથી નાકના છિદ્રોનો સોજો ઓછો થઇ જશે અને શ્વાસ સહેલાઇથી લઇ શકાશે. જો તમે ઇચ્છો તો નાકની પાસે ફૂદીનાનું તેલ લગાવીને સૂઇ પણ શકો છો.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

હેલ્થ ટિપ્સ / રોજ એક ગ્લાસ દૂધમાં માત્ર એક ચપટી Aniseed ઉમેરી કરો સેવન, આ ગંભીર રોગ અને ડોક્ટર રહેશે દૂર

Zainul Ansari

Hair Wash: શેમ્પૂની જગ્યાએ આ ખાસ પ્રકારની માટીથી વાળને ધોવો, ચમકવા લાગશે આપના વાળ, મળશે કેટલાય ફાયદા

Pravin Makwana

સ્વાસ્થ્ય/ શરીરમાં આપને પણ રહે છે આયરનની કમી, તો કરો લોખંડના વાસણનો ઉપયોગ, આટલી બાબતોનું રાખજો ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!