GSTV

અહીં ટ્રાફિકમાં રેડ સિગ્નલ જોઈને લોકો થઈ જાય છે ખુશ, કારણ જાણી તમે પણ થશો ખુશ

Last Updated on August 2, 2018 by

મેક્સિકોમાં લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે એક અનોખી રીત અપનાવવામાં આવી છે. જેની માટે અહીં દર વીકેન્ડ પર ટ્રાફિક સિગ્નલની આગળ બૅલે ડાન્સર્સ ડાન્સ કરતી નજરે પડે છે.

મેક્સિકોમાં ટ્રાફિક ઘણો વ્યસ્ત રહે છે જેના કારણે અહીં લોકો લાંબા સમય સુધી અહીં ફસાયેલા રહે છે. જેથી ટ્રાફિકમાં ફસાયેલા લોકોને કંટાળો ન આવે તે માટે જેવી જ રેડ લાઈટ થાય કે તુરંત જ ત્યાં ડાન્સર્સ આવીને ડાન્સ કરવા લાગે છે. જ્યારે ગ્રીન લાઈટ થાય ત્યારે તે ત્યાંથી જતાં રહે છે.

બેલે ડાન્સર રોજે જેનિફરનું કહેવું છે કે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા સિવાય આ કામનો વધુ એક ઉદ્દેશ્ય છે. તેનું કહેવું છે કે આ પહેલની સાથે અમારી કોશિશ એ પણ છે કે અમે અમારી આર્ટને સ્ટ્રીટ સુધી લઈ જઈએ. જેથી લોકો ફરીથી આવી વસ્તુઓને જુએ અને તેની સરાહના કરે.

બેલે ડાન્સરનું એક પર્ફોર્મન્સ 58 સેકન્ડ સુધીનું હોય છે. બેલી ડાન્સર્સનું કહેવું છે કે મૅક્સિકો સિટીમાં ટ્રાફિક ઘણો વ્યસ્ત હોય છે. અમારી સંપૂર્ણ કોશિશ હોય છે કે લોકોને ટ્રાફિકના ઘોંઘાટને બદલે સંગીત સંભળાય.

આ સમગ્ર અભિયાન એક થિયેટર કંપનીની પહેલ છે. ડાન્સર્સ વિભિન્ન પ્રકારના કપડાં પહેરીને ડાન્સ કરે છે. આ દરમ્યાન અલગ અલગ પ્રકારનું સંગીત પણ વાગતું રહે છે. લોકો ટ્રાફિકમાં પરેશાન થવાને બદલે ખુશ થઈ જાય છે અને ડાન્સનો આનંદ લેતાં હોય છે.

Related posts

કોરોનાનો કાળો કહેર / વિશ્વમાં કુલ 23 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત, 60 લાખથી વધુના થયા મોત

Pritesh Mehta

Akshat Remedies : પીળા ચોખાના આ સરળ ઉપાયો દૂર કરશે પૈસાને લગતી તમામ સમસ્યાઓ, જાણશો તો જરુર કરશો

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / ડેન્ગ્યુના તાવથી ના થાવ ભયભીત, તજજ્ઞો પાસેથી જાણો રિકવર થવાના સરળ ઉપાય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!