GSTV
Health & Fitness Life Trending

મોદી સરકાર આ મહિલાઓના ખાતામાં મોકલી રહી છે 5 હજાર રૂપિયા, તમે પણ લાભ ઉઠાવો

પગાર

કોરોનાના આ સંકટકાળમાં સામાન્ય નાગરિકની આર્થિક સ્થિતિ પર સીધી રીતે અસર થઇ છે. એવામાં પ્રથમ વખત ગર્ભવતી મહિલાઓના કલ્યાણ માટે જાન્યુઆરી 2017માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (Pradhan Mantri Matru Vandana Yojana- PMMVY) તેમના માટે વરદાન સાબિત થઈ રહી છે. અત્યાર સુધી લાખો-કરોડો મહિલાઓ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવી ચુકી છે અને લાભ લઇ રહી છે. કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં 5000 રૂપિયા આપી રહી છે. જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા માંગો છો, તો અમે તમને જણાવીશું કેવી રીતે તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.

જાણો PMMVY યોજના વિશે

દેશભરમાં મહિલાઓ અને નવજાત બાળકોના ભવિષ્યને લઇ કેન્દ્ર સરકાર અનેક મહત્વપૂર્ણ પગલા લઇ રહી છે. ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોના વિકાસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે PMMVY યોજના બનાવી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 5000 રૂપિયા ત્રણ જુદા જુદા હપ્તામાં આપવામાં આવે છે. જણાવી દઇએ કે 19 વર્ષ પહેલા ગર્ભવતી મહિલાઓને તેનો લાભ નહીં મળે.

જાણો ક્યારે-ક્યારે મળે છે રૂપિયા?

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પ્રથમ વખત ગર્ભવતી થવા પર પોષણ માટે ગર્ભવતીના ખાતામાં પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે. તેનો પહેલો હપતો 1000 રૂપિયા ગર્ભધારણના 150 દિવસની અંદર આપવામાં આવે છે, જ્યારે બીજો હપ્તો 2000 રૂપિયા 180 દિવસની અંદર આપવામાં આવે છે અથવા ઓછામાં ઓછી એક પ્રસૂતિ તપાસ થવા પર આપવામાં આવે છે. ત્રીજો હપ્તો 2000 રૂપિયા પ્રસૂતિ પછી અને બાળકનું પ્રથમ રસીકરણ ચક્ર પૂર્ણ થવા પર મળે છે.

આ મહિલાઓને મળે છે યોજનાનો લાભ

આ યોજનાનો લાભ એ મહિલાઓને મળે છે, જે દૈનિક વેતન પર કામ કરે છે અથવા પછી જેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગર્ભાવસ્થા દરમિયાન મજૂરીમાં થયેલા નુકશાનને ઘટાડવાનો છે. આ આર્થિક મદદ મળવાથી ગર્ભવતી મહિલાઓને આરામ કરવાનો સમય મળી જાય છે. આ યોજનાનો લાભ એ મહિલાઓને નહીં મળે, જે કોઇ પણ કેન્દ્રીય અથવા રાજ્ય સરકારના ઉપક્રમ સાથે સંકળાયેલી છે.

કેવી રીતે અરજી કરવી?

માતૃત્વ વંદના યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકારે અરજીની પ્રક્રિયા ઓનલાઇન કરી છે, એટલે કે લાભાર્થી પોતે જ ઓનલાઇન અરજી કરી શકે છે. તેના માટે સૌથી પહેલા લાભાર્થીને www.Pmmvy-cas.nic.in પર લોગિન કરી અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા ઓનલાઇન છે, તેથી ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી સહેલાઇથી કરી શકાય છે.

Read Also

Related posts

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક રહીં મુલતવી

Nelson Parmar

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan
GSTV