GSTV

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Last Updated on July 31, 2021 by Zainul Ansari

1 ઓગસ્ટ એટલે કાલથી બેન્કિંગ વ્યવસ્થાઓમાં ઘણા ફેરફારો થવાના છે. હકીકતમાં એનએસીએચ (NACH-National Automated Clearing House) સર્વિસ હવે 24 કલાક અને સાત દિવસ કામ કરશે, જેનાથી તમારા ખાતામાં દર મહિને આવતી સેલરી, ઈએમઆઈ, પેન્શન અથવા એલઆઈસી જેવા પેમેન્ટ પર અસર પડશે. આવી સ્થિતિમાં જાણવું જરૂરી છે કે આ NACH શું છે? તેમા શું ફેરફાર થયા છે અને લોકોની સેલરી, ઈએમઆઈ પર તેની અસર પડશે.

હકીકતમાં જૂનના મહિનાની શરૂઆતમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસી સમીક્ષા પછી પોલિસી દરોમાં કોઈ ફેરફાર કરવાનો કોઈ નિર્ણય નથી લીધો અને સાથે NACHને લઇ ફેરફાર કર્યા હતા. તેમણે એ દરમિયાન જ જાહેરાત કરી હતી કે 1 ઓગસ્ટ NACH સર્વિસ 24 કલાક સાત દિવસ કરશે, જેનાથી રજાના દિવસે લોકોના અકાઉન્ટમાંથી થતા ઓટોમેટિક ટ્રાન્જેક્શન થઇ શકે.

શું છે NACH સર્વિસ

NACHOને નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) કહે છે. દેશમાં તેનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) કરે છે. તેના દ્વારા સામાન્ય રીતે બલ્ક પેમેન્ટ થાય છે. જો સરળ શબ્દોમાં કહીએ તો NACH એક એવી બેન્કિંગ સર્વિસ છે. જેના દ્વારા કંપનીઓ અને સામાન્ય વ્યક્તિ તેમની દર મહિનાની ચુકવણી સરળતાથી અને ટેન્શન વગર કરી શકે છે.

બે પ્રકારના હોય છે NACH મેન્ડેટ

ઉલ્લેખનીય છે કે NPCIની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ NACH મેન્ડેટ બે પ્રકારના હોય છે. એક NACH ડેબિટ હોય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ટેલિફોન બિલ ચુકવણી, મ્યુચ્યુઅલ ફંડોમાં SIP અને વીજળી બિલની ચુકવણી માટે કરવામાં આવે છે. જ્યારે બીજો NACH ક્રેડિટ હોય છે. NACH ક્રેડિટનો ઉપયોગ સેલરી, ડિવિડન્ડ આપવા માટે કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે સેલરીની ચુકવણી કરવી, શેરધારકોને ડિવિડન્ડ આપવા, વ્યાજની ચુકવણી, પેન્શન ટ્રાન્સફર. ઉપરાંત ઇલેક્ટ્રિસિટી, ટેલિફોન, પાણી જેવા દર મહિનાના બિલની ચુકવણી. કર્મચારીની એક નક્કી કરેલા દિવસે સેલરી કરવામાં આવે છે, તો તે NACH દ્વારા જ કરવામાં આવે છે. હવે આ સર્વિસ રવિવારે પણ કામ કરશે.

સેલરી

તેનાથી કેવી અસર થશે?

સરળ શબ્દોમાં કહીએ તો હવે NACH સર્વિસ અઠવાડિયાના સાતેય દિવસ કામ કરશે અને તેના દ્વારા થતા ટ્રાન્જેક્શન પણ સાતેય દિવસ થઇ શકશે. માની લો કે તમારી સેલરી 31 તારીખે આવે છે અને એ દિવસે રવિવાર હોય છે, તો તમારી સેલરી આગલા દિવસે આવતી હતી. પરંતુ હવે આમ નહીં થાય અને તમને રવિવારના દિવસે પણ સેલરી મળી જશે. જ્યારે પેન્શન ધારકો માટે પણ આ નિયમ છે, પરંતુ EMI ડિડક્શનમાં પણ તમારે આ વાત ધ્યાન રાખવી પડશે.

Read Also

Related posts

તાલિબાનને IMFનો મોટો ઝટકો: નહીં કરે કોઇ આર્થિક મદદ, ફંડિંગ માટે મુકી આ શરત

Bansari

પ્રધાનમંડળની જેમ સચિવાલયમાં પણ નો-રિપીટ થિયરી, ખરડાયેલી છબી ધરાવતા અધિકારીઓને લઇ મહત્વનો નિર્ણય

Dhruv Brahmbhatt

ઝટકો : દેશવાસીઓ પર મોદી સરકારે ન કરી દયા, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે, કોરોનાની દવા મફત મળશે, ઝૌમેટો પર આટલો ટેક્સ લગાવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!