GSTV
Finance Trending

ચેતજો / કાર ઈન્શ્યોરન્સ લેવા જઈ રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન આપજો, આ છે મોટર વીમા માટે શ્રેષ્ઠ એડ-ઓન કવર્સ

ઈન્સ્યોરન્સ

નવી ગાડી ખરીદવાનું પ્લાન કર્યું હોય ત્યારે ગાડીના ઈંશ્યોરન્સની ચિંતા પણ લોકોને હોય તે સ્વાભાવિક છે. ઓછા પ્રીમિયમના પ્લાનમાં તમામ પ્રકારનું કવરેજ આવી જાય એવા પ્લાન મળતા હોય છે તેને લેવાની ચિંતા હોય છે. શું ઓછા પ્રિમિયમવાળો પ્લાન બરાબર હશે. એવી ચિંતા હોય. ગાડીનો ઈન્શ્યોરન્સ લેતા સમયે થર્ડપાર્ટી કવર, નો ક્લેમ બોનસ, ક્લેમ સેટલમેન્ટ રેશિયો, પોલિસી રિન્યુ્લ જેવી અનેક બાબતોને ધ્યાને રાખવી જોઈએ. ભારતમાં કાર ઈન્સ્યોરન્સ લગભગ વાર્ષિક 2 હજાર રૂપિયાથી શરૂ થાય છે. બાઈકમાં આ કિંમત 480 રૂપિયા છે.

કાર

થર્ડ પાર્ટી કવર અને પોતાના ડેમેજ કવરને સમજો

અકસ્માતની ઘટનામાં થર્ડ પાર્ટી વીમો તમારા વાહન દ્વારા થર્ડ પાર્ટીને થતા નુકસાનને આવરી લેવામાં આવે છે. પરંતુ એમાં તમને અથવા તમારા વાહનને થયેલા નુકસાનથી કોઈ રક્ષણ મળતું નથી. એટલા માટે વાહન માલિકો માટે એવી પોલિસી જેવી જેમાં ઓન ડેમેજ – નુકસાની કવર થઈ શકે. નાણા મંત્રી નિર્મલા સીતારમને ગયા વર્ષે લોકસભામાં જણાવ્યું હતું કે 2020-21માં દેશમાં 3,78,343 મોટર અકસ્માત વીમા દાવાઓના ક્લેમ નિપટાવવામાં આવ્યા હતા. જેમાં રૂ. 57 કરોડથી વધુનું વળતર ચૂકવવામાં આવ્યું હતું.

નો ક્લેમ બોનસનો સંપૂર્ણ ઉપયોગ કરો

નો ક્લેમ બોનસ એ તમારી પોલિસીની ઈન બિલ્ટ સુવિધા છે. તમારી સલામત ડ્રાઇવિંગ અને પોલિસી વર્ષમાં કોઈ દાવો ન થવા પર રિન્યુઅલ કરાવવા સમયે ફાયદો મળે છે. તમને રિન્યુઅલ કરાવવા સમયે પ્રીમિયમ પર છૂટ મળે છે.

ક્લેમ સેટલમેન્ટ રેશિયો

આ ગુણોત્તર ક્લેમ સેટલમેન્ટ રેશિયો જ બતાવી દે છે કે વીમા કંપનીએ એક વર્ષમાં તેના પર આવેલા દાવાઓમાંથી કેટલા ક્લેમનું ચુકવણું કર્યું છે. જો કોઈ કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો 90 ટકાથી વધુ હોય તો તે કંપની દ્વારા ઓફર કરવામાં આવતી પોલિસી તમારા માટે યોગ્ય છે.

જો પોલિસી સમયસર રિન્યુ કરવામાં ન આવે તો નુકસાન થશે

ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદતા સમયે મોટાભાગના વાહન માલિકો રિન્યૂઅલ વિશે વિચારતા નથી, પરંતુ એ જાણવું જરૂરી છે કે જો પોલિસી સમયસર રિન્યૂ ન થાય તો તમને શું નુકસાન થઈ શકે છે. ઉપરાંત, ભાગમભાગ ભરી આ દુનિયામાં રિન્યુઅલની તારીખ ભૂલી જવી સંભવ છે. પરંતુ જો તમે ગ્રેસ પીરિયડ દરમિયાન પોલિસી રિન્યૂ નહીં કરો, તો તમારી પોલિસી લેપ્સ થઈ જશે. અર્થાત તમારું વ્હિકલ ઈન્સ્યોરન્સ વિનાનું રહેશે અને તેના પરિણામે ઘણું નાણાકીય નુકસાન થઈ શકે છે. જો તમે નિયત તારીખ પછી રિન્યુ કરો છો, તો વીમા કંપની તમને ફરીથી સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવા માટે કહેશે. આ રીતે, તમે અત્યાર સુધી જે નો-ક્લેઈમ બોનસ જમા થયું હોય તે બેકાર જશે. એટલા માટે સમયસર કવર રિન્યુ કરાવવું યોગ્ય છે.

પોલિસી બજાર ડોટ કોમના હેડ અશ્વિની દુબે કહે છે કે કાયદા હેઠળ તમામ ખાનગી અને કોમર્શિયલ વાહનો માટે માન્ય થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત છે. પરંતુ તમારું વાહન સંપૂર્ણપણે સલામત રહે તે માટે તમારી પાસે એક વ્યાપક પોલિસી હોવી જરૂરી છે. આથી પૉલિસીમાં ઍડ-ઑન કવર સમાવેશ કરવો યોગ્ય રહેસે. જેનાથી એડિશનલ કવર્સ અથવા રાઇડર્સ એડિશન પ્રિમિયમ સાથે આવે છે. અને તમારા વીમા કવરેજને વધુ વ્યાપક બનાવે છે.

મોટર વીમા માટે શ્રેષ્ઠ એડ-ઓન કવર્સ

  • શૂન્ય અથવા ડિપ્રેસિયેશન કવરમાં ક્લેમ સમયે વાહનના મૂલ્યના અવમૂલ્યનને આવરી લેતું નથી. એટલા માટે પૉલિસીધારકને આના કરતાં વધુની ક્લેમ એમાઉન્ટ મળે છે.
  • જો તમારું વાહન રસ્તાની વચ્ચે ખરાબ થઈ જાય તો રોડ આસિસ્ટન્ટ કવરની જેમજ વીમા કંપની તમારા માટે ખૂબજ ઝડપથી જરૂરી સર્વિસ અને મિકેનિક્સ ઉપલબ્ધ કરાવે છે.
  • કોઈપણ વીમા પૉલિસી હેઠળ એન્જિનને નોન એક્સિડેન્ટલ ડેમેજથી પ્રોટેક્ટ કરવામાં આવતી નથી. એન્જિન પ્રોટેક્શન કવર ઓઇલ લીકેજ અથવા એન્જિનમાં ભેજના કારણે થતા નુકસાન સામે રક્ષણ પૂરું પાડે છે. તેથી, જો વાહન પાંચ વર્ષથી ઓછું જૂનું હોય તો આ કવર લેવાની સલાહ આપવામાં આવે છે.
  • ટાયર પ્રોટેક્શન કવર હેઠળ ટાયરને થયેલ નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે. જો કે, આમાં નાના પંચર અથવા મેન્યુફેક્ચરિંગ ખામીઓ શામેલ ગણાતી નથી.
  • વાહન શોરૂમમાંથી બહાર નીકળતાની સાથે જ તેની કિંમત ઘટવા લાગે છે. રિટર્ન ટુ ઇનવોઇસ કવર હેઠળ કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થવા અથવા ચોરી થવાની સ્થિતિમાં પોલિસીધારકને વાહન ખરીદવા સમયે એની જે કિંમત હતી તે મળે કહેતાં એટલું વળતર મળે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

પંજાબ / મુખ્યમંત્રી માન સહિત એક મંત્રી પર માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu

રાજસ્થાન / ગેહલોત-પાયલોટના ઘમાસાણ વચ્ચે પીએમ મોદીએ મોડા પડવા બદલ માફી માંગી, ‘હું ફરી આવીશ’

Hardik Hingu

સ્વચ્છ સર્વેક્ષણ 2022 / સતત છઠ્ઠી વાર ઈન્દોરે સ્વચ્છ શહેરમાં મારી બાજી, શહેરીજનોએ મીઠાઈ વેચી- ફટાકડા ફોડી કરી ઉજવણી

Hardik Hingu
GSTV