GSTV

કોરોના વેક્સિનેશન અભિયાનઃ જાણો કોણ છે એ ભાગ્યશાળી વ્યક્તિ જેને દેશમાં સૌપ્રથમ મળી વેક્સિન?

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)થી આજે રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થયો. અહીં હોસ્પિટલના એક સફાઈકર્મી મનિષ કુમારને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનની હાજરીમાં કોવિડ-19ની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામા આવ્યો. મનિષ વેક્સિનનો ડોઝ મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યો. વેક્સિન લગાવડાવ્યા બાદ મનિષ કુમારે જણાવ્યું કે,‘અફવાહ પર ધ્યાન ના આપો. મે કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે. હું સ્વસ્થ છું અને આ વેક્સિન સુરક્ષીત છે.’

વેક્સિન આપણી ‘સંજીવની’- હર્ષવર્ધન

વેક્સિનેશન અભિયાનના પ્રારંભ પર એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો. આ દરમિયાન હાજર રહેલા લોકોએ તાળીઓ પાડી તેમની પ્રશંસા કરી હતી. સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, ‘બંને વેક્સિન – ભારત બાયોટેકની સ્વદેશી કોવૈક્સિન અને ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ આ મહામારી વિરુદ્ધની લડાઈમાં ‘સંજીવની’ સમાન છે.’

પોલિયો બાદ કોરોનાને હરાવીશું

વેક્સિનેશનનો પ્રારંભ થયા બાદ હર્ષવર્ધને જણાવ્યું કે,‘આ વેક્સિન મહામારી વિરુદ્ધની લડાઈમાં આપણી ‘સંજીવની’ છે. આપણે પોલિયો સામેની લડાઈમાં જીત મેળવી અને હવે આપણે કોરોના વિરુદ્ધની લડાઈ જીતવાના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છીએ. હું આ પ્રસંગે તમામ ફ્રન્ટલાઈન વર્કર્સને અભિનંદન આપું છું.’ સરકારના મતે, અંદાજે 1 કરોડ સ્વાસ્થ્ય કર્મીઓને અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને પહેલા વેક્સિનનો ડોઝ આપવામા આવશે. જે પછી 50 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓને અને તે પછી 50થી ઓછી વયના દર્દીઓને વેક્સિન આપવામા પ્રાથમિકતા અપાશે. સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સના વેક્સિનેશનનો ખર્ચ સરકાર ઉઠાવશે.

બિહારમાં પણ વેક્સિનનો પ્રથમ ડોઝ સફાઈ કર્મચારીને

બિહારમાં વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ પટણાના ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (આઈજીઆઈએમએસ)થી વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ કર્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી નિતિશ કુમાર અને સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે પણ હાજર રહ્યાં હતા. બિહારમાં પ્રથમ વેક્સિન આઈજીઆઈએમએસના સફાઈ કર્મચારી રામ બાબુને આપવામા આવી. જ્યારે આ સંસ્થાનના એમ્બ્યુલન્સ ડ્રાઈવર અમિત કુમારે રામ બાબુ પછી વેક્સિનનો ડોઝ લીધો હતો..

READ ALSO

Related posts

ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી

Mansi Patel

કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ

Bansari

બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!