સડેલા મોજા અને ગંદા નાળાની વાસ આવે છે આ ફળમાંથી, છતાં 35 હજાર રૂપિયા કિલો છે ભાવ

આ જે સ્ટોર પર વેંચવામાં આવે છે ત્યાં અલગથી કાંચના બોક્સમાં અને સાટિનના કપડામાં તેને રાખવામાં આવે છે. આ ફળમાંથી ગંદા નાળા અથવા તો મોજા જેવી વાસ આવે છે. તેને ફળોનો રાજા કહેવામાં આવે છે, જોવામાં તે બીજા ફળ કરતા એકદમ જુદું છે અને ખાવામાં સ્વાદિષ્ટ પણ છે પરંતુ સમસ્યા એ છે કે આ ફળને લોકો પોતાની નાક પાસે પણ લાવતા નથી. કારણ છે કે આ ફળનો રાજા ગંદા નાળાની જેમ વાસ મારે છે.

ઈન્ડોનેશિયામાં એક ડ્યૂરિયન ફ્રૂટની કિંમત 500 ડોલર

આજે તમને જણાવી દઈએ કે એક એવા ફળ વિશે જે ખાવામાં તો મીઠો છે પરંતુ તેની વાસ તમારી મિઠાશને કડવાહટમાં બદલી દેશે. ડ્યૂરિયન ફ્રૂટ ઈન્ડોનેશિયામાં ફળોના રાજાના નામથી મશહૂર છે. એ ફળની કિંમત ઉંચા આસમાને છે આ વાતનો અંદાજો તમે એમ લગાવી શકો છો કે ઈન્ડોનેશિયામાં એક ડ્યૂરિયન ફ્રૂટની કિંમત 500 ડોલર એટલે કે 35,370 રૂપિયા છે

ડ્યૂરિનય ફ્રૂટને અહિંયા કિંગ્સ ઓફ ફ્રૂટ પણ કહેવામાં આવે છે. જેનું કારણ છે કે અહિંયા રહેનાર લોકોને આ ફળનું ક્રીમી ટેક્સચર ઘણું પસંદ છે. આ ફળ જે-કવીન બ્રાન્ડનું છે એટલે તે ઘણું કિંમતી છે. પરંતુ આ ફળની બીજી ઓળખ પણ છે જે એને અન્ય ફળોથી એકદમ અલગ છે.

અલગથી કાચના બોક્સમાં સાટિનના કાપડમાં રાખવામાં આવે છે

ડ્યૂરિયન ફળને દુનિયાનો બદબુદાર ફળ માનવામાં આવે છે. આ ફળનું જે સ્ટોર પર વેચાણ થાય છે ત્યાં તેને અલગથી કાચના બોક્સમાં સાટિનના કાપડમાં રાખવામાં આવે છે. એટલું જ નહિં આ ફળને ખરીદનાર લોકો પોતાનું નામ પણ ગુપ્ત રાખવા માંગે છે. જોકે, સોશિયલ મીડિયા પર ઘણાં લોકો આ ફળની સાથે પોતાના ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કરે છે. આ ફળનું આકાર પણ અલગ પ્રકારનો છે જેથી લોકો તેના શેપના લઈને પણ ચર્ચા કરી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter