ફોન રિચાર્જ કરતી સમયે આપણે વધુ ડેટા વાળો પ્લાન શોધતા હોઈએ છે, જેનાથી આપણને ઘરથી પણ ઓફિસનું કામ કરવામાં સરળતા રહે છે. આમ તો Reliance Jio, Airtel અને Vi જેવી ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકો માટે એકથી સારા એક પ્લાન રજુ કરે છે. પરંતુ જો તમે કોઈ પ્લાનની તપાસઆમ જ્યાં દરરોજ ડેટાની ઝંઝટ ના હોય અને ઘણા ફાયદા હોય તો અમે તમને આ જાણવી રહ્યા છે આ ત્રણ કંપનીઓના ખાસ પ્લાન…
Jioનો 447 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન

Jioના 447 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 50GB ડેટા આપવામાં આવે છે. વોઇસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ ઉપલબ્ધ છે. આ સિવાય આ પ્લાનમાં દરરોજ 100 SMS ઉપલબ્ધ છે. માન્યતાની વાત કરીએ તો આ પ્લાનની માન્યતા 60 દિવસની છે.
ખાસ વાત એ છે કે આ પ્લાનમાં ઘણા વધારાના લાભો પણ ઉપલબ્ધ છે. આ પ્લાન Jio એપ્લિકેશન્સ JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud માટે મફત સબ્સ્ક્રિપ્શન પણ આપે છે.
આ સિવાય Jio પાસે 349 રૂપિયાનો નિયમિત પ્લાન પણ છે. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા સાથે અનલિમિટેડ કોલ અને 100 SMS આપવામાં આવે છે. આ સાથે, Jio એપ્સનું સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શન પણ મફતમાં ઉપલબ્ધ છે.
એરટેલનો 448 રૂપિયાનો પ્લાન

એરટેલના 448 પ્લાનમાં દરરોજ 3GB હાઇ-સ્પીડ ડે ઉપલબ્ધ છે. કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા અને દરરોજ 100 SMS આપવામાં આવે છે, જેની માન્યતા 28 દિવસ છે. બીજી બાજુ, અન્ય લાભોની વાત કરીએ તો આ પ્લાન સાથે વપરાશકર્તાઓનેDisney+ Hotstar VIPનું 1 વસ્ર્હનું સબ્સ્ક્રિપશન, પ્રાઇમ વિડીયો મોબાઇલ સબ્સ્ક્રિપ્શન મળશે. આ સિવાય Airtel Xstream Premium, ફ્રી હેલો ટ્યુન્સ સાથે અનલિમિટેડ ચેન્જ, વિંક મ્યુઝિકનો લાભ મળે છે.
વોડાફોન આઈડિયાનો 449 રૂપિયાનો પ્લાન

વોડાફોન આઈડિયાના 449 રૂપિયાના પ્લાનમાં દરરોજ 4GB ડેટા ઉપરાંત, Zee5 પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, મફત ડેટા પણ 12 થી સવારે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.
આ સાથે, પ્લાનમાં અમર્યાદિત કોલ્સ અને દરરોજ 100 એસએમએસનો લાભ પણ શામેલ છે. આ પ્લાનની માન્યતા 56 દિવસ છે. આમાં, કંપની વીકેન્ડ ડેટા રોલ અવર અને વી મૂવીઝ અને ટીવી એપ પર સબ્સ્ક્રિપ્શનની સુવિધા પણ આપી રહી છે.
Read Also
- ફ્રેન્ચ રિવેરા ફિલ્મ ફેસ્ટિવલ/ નવાઝુદ્દીન સિદ્દીકીને બોલિવુડમાં એક્સીલેશન માટે એવોર્ડ મળ્યો, ઈન્ટરનેશલ એક્ટર્સ જોડે ચેટ કરી
- Whatsapp પર પાર્ટનર સાથે થયેલી ‘ચટપટી’ વાતો કોઇ વાંચી તો નથી રહ્યું ને? આ રીતે જાણો, એકદમ સરળ છે ટ્રિક
- BIG BREAKING: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટુંક સમયમાં રાજકારણમાં થશે શામેલ, તમામ અટકળોનો લાવશે અંત
- RR vs GT/ પ્લેઓફ પહેલા રાજસ્થાનને મોટો ઝાટકો, ખરાબ ફોર્મ સામે સંઘર્ષ કરી રહ્યો છે આ મેચ વિનર
- ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ચીનને આર્થિક યુદ્ધમાં પરાસ્ત કરશે ?, ટોક્યોની ક્વોડ સમિટ પહેલાં આ મંત્રણા યોજાઈ