ટીવી સ્ટાર કાઈલી જેનરનુ નામ તો તમે બધાએ સાંભળ્યું હશે. તેમની પાસે ઈન્સ્ટાગ્રામની સૌથી વધારે લાઈક થતી તસ્વીરો છે, જેણે વિશ્વ રેકોર્ડમાં પોતાનુ નામ નોંધાવ્યું છે. તમે જાણીને પરેશાન થશો કે કાઈલીથી વધુ લાઇક મેળવનાર એક સામાન્ય યુવક રાતોરાત પ્રખ્યાત થયો.
હાલમાં જ તેમણે સોશિયલ મીડિયામાં એક ઈંડાની તસ્વીર અપલોડ કરી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમના દ્વારા અપલોડ કરાયેલી તસ્વીર એટલી બધી વાયરલ થઈ કે આ તસ્વીરે કાઈલીનો 18 મિલિયનનો રેકોર્ડ તોડી નાખ્યો. રસપ્રદ વાત એ છે કે આ એક તસ્વીરને 49 મિલિયનથી પણ વધુ લાઇક્સ મળી છે અને હજી સુધી આ ગણતરી અટકી નથી.
4 જાન્યુઆરીએ અપલોડ થયેલી આ પોસ્ટે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ઈશાનની ઉંમર ફક્ત 19 વર્ષ છે. સૂત્રો મુજબ, આ વિષય પર ઈશાન સાથે પણ વાત થઇ તો તેમણે કહ્યું કે મારું લક્ષ્ય હતુ કે ઈંડાની અપલોડ કરેલી તસ્વીરને વિશ્વ રેકોર્ડમાં સામેલ કરવી અને પોતાના લક્ષ્યને પણ પ્રાપ્ત કરી લીધુ છે.
કાઈલી એક જાણીતુ નામ છે, જે અવાર-નવાર યુવાનોના મોંઢે આવતુ હોય છે. માત્ર 21 વર્ષની ઉંમરમાં તેમણે પોતાનુ નામ આખી દુનિયામાં પ્રખ્યાત કરી દીધું. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી, જેમાં કાઇલી ન્યૂબૉર્ન બેબી સાથે હતી. આ તસ્વીરે ખૂબ જ ઓછા સમયમાં 1.8 કરોડ લાઈક્સ મેળવી અને પોતાનુ નામ વિશ્વ રેકોર્ડમાં નોંધાવ્યું. અહીં જણાવવાનુ કે ઈન્સ્ટાગ્રામ પર ફક્ત 12.38 ફૉલોઅર્સ છે.
READ ALSO
- જર્મનીની મહિલાને બોસે આપ્યો અજીબ આદેશ, ‘પ્રમોશન જોઈતું હોય તો હેરકટ કરો, સારું બ્લાઉઝ પહેરીને આવો!’
- આ છે દુનિયાનો સૌથી અનોખો રસ્તો! જયાં સીટબેલ્ટ પહેરીને વાહન ચલાવવું ગેરકાનૂની, જાણો કેમ?
- ડ્રિમ જોબ/ સવાર-સાંજ ઊંઘતા લોકોમાં માટે કમાવવાની સારી તક, મળશે તમને અઢળક રૂપિયા
- Last Supermoon of 2022: ભારત સહિત દુનિયાભરમાં આ સમયે દેખાશે વર્ષનો છેલ્લો ‘સુપરમૂન’, જાણો શા કારણે છે ખૂબ જ ખાસ
- 50 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છેમરઘીનું ઈંડુ! આખરે શું ઈંડાની ખાસિયત? જાણો કેમ છે તેના આટલાં બધાં ભાવ