દેવામાફી, ખેડૂતોની લોનનો આંક જાણશો તો ચક્કર આવી જશે, 2.50 લાખ કરોડ થયા માફ

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બનેલી નવી સરકારો તરફથી ખેડૂતોને દેવા માફી આપવામાં આવી છે. આ પછી હવે રાહુલ ગાંધીનું કહેવું છે કે, જ્યાં સુધી દેશ ભરના ખેડૂતોના દેવા માફ નહિ થાય ત્યાં સુધી તે પીએમ મોદીને શાંતિથી જંપવા નહિ દે. રાજનૈતિક પક્ષો માટે ભલે આ મુદ્દો ચુંટણી જીતવા માટે રામબાણ ઈલાજ હોય, પરંતુ આર્થિક દ્રષ્ટીએ જોતા આ એટલું પણ સારુ નથી. ગુજરાત સરકારે તો ખેડૂતોનું દેવું માફ કરવાનો સ્પષ્ટ નનૈયો ભણી દીધો છે. નીતિનભાઈના જણાવ્યા અનુસાર તો ગુજરાતમાં ચાલતી વિવિધ હિતકારી યોજનાઓને પગલે સરકાર પર 900 કરોડનું વધારાનું ભારણ વધ્યું છે. ગુજરાતમાં કોઈ પણ સંજોગોમાં ખેડૂતોનાં દેવાં માફ નહીં કરાય. ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી નથી. 6 કરોડ ખેડૂતો નાના અને સિમાંત છે. જેઓ બે ટંકનું ભોજન મેળવી પણ શકતા નથી. મોદી સરકાર જો ઉદ્યોગપતિઓને દેવા માફી આપી શકતી હોય તો ખેડૂતોને પણ અાપવી જોઈએ.

9 લાખ કરોડ રૂપિયાની કુલ જરૂર પડે

આંકડા પર નજર કરીએ તો લોન માફીની કિંમત 1 લાખ સુધીની લોન માફ કરવામાં આવે તો, 4.5 લાખ કરોડ રૂપિયાની એગ્રિકલ્ચર લોન છે. ઉપરાંત 2.2 લાખ કરોડ રૂપિયાની સીમાંત અને લઘુ ખેડુત લોન, 3.3 લાખ કરોડ રૂપિયા પાક લોન, 1.7 લાખ કરોડ રૂપિયાની ક્રોપ લોન અને સીમાંત અને લઘુ ખેડૂત લોન છે. કુલ બાકી નીકળતી કૃષિ લોન ઘણી વધારે છે. જેમાં 8.9 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન છે. 6 લાખ કરોડ રૂપિયાની ક્રોપ લોન, 1.16 લાખ રૂપિયા સરેરાશ એગ્રિકલ્ચર લોન, 1.12 લાખ રૂપિયા સરેરાશ ક્રોપ લોન છે. જેમાં 71 ટકા કૃષિ લોન 1 લાખ રૂપિયાથી ઓછી કિંમતની છે તથા 70 ટકા ક્રોપ લોન 1 લાખ રૂપિયાથી ઓછી કિંમતની છે.

જાણો કયા રાજ્યએ કેટલી લોનમાફી આપી

ભારતમાં આ પહેલા 1990માં દેશભરના 10,000 કરોડ રૂપિયાની લોન માફ થઈ છે. ત્યાર બાદ 2008માં 52,360 કરોડ રૂપિયાની લોન માફી, 2014માં આંધ્રપ્રદેશમાં 24,200 કરોડ રૂપિયાની લોનમાફી, 2016માં તેલંગણામાં 17,000 કરોડ રૂપિયા રૂપિયાની લોન માફી, 2016માં 6,000 કરોડ રૂપિયાની લોન માફી, 2017માં 34,000 કરોડ રૂપિયાની, ઉત્તરપ્રદેશમાં 36,000 કરોડ રૂપિયાની અને પંજાબમાં 1,000 કરોડ રૂપિયાની લોન માફી તથા 2018માં રાજસ્થાનમાં 8,000 કરોડ રૂપિયાની લોન માફી અને કર્ણાટકમાં 34,000 કરોડ રૂપિયાની લોન માફી સરકાર તરફથી આપવામાં આવી છે. મધ્ય પ્રદેશે 40 હજાર કરોડની લોન માફી કરી છે.

2.50 લાખ કરોડની લોન માફ થઈ ગઈ

આમ મોદી સરકારમાં લોન માફી આપવામાં શરૂ થયેલા સિલસિલામાં 2.50 લાખ કરોડ રૂપિયાની લોન તો માફ થઈ ચૂકી છે. મોદી સરકાર 4 લાખ કરોડની લોનમાફીની યોજના લાવી રહી હોવાની હવા ચાલી રહી છે. કોંગ્રેસે તો રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બન્યા તો તમામ ખેડૂતોનું દેવું માફ કરવાની યોજના ચૂંટણી પહેલાં જ જાહેર કરી દીધી છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ખેડૂતોની લોન માફી સૌ પ્રથમ નંબરે હશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter