GSTV

ફિટ રહેવા માંગતા હોવ તો કરો દહીં અને સૂકી દ્રાક્ષનું સેવન, મળશે ચોંકાવનારા પરિણામ….

Last Updated on January 28, 2021 by Ali Asgar Devjani

લોકો હેલ્ધી રહેવા માટે શું નથી કરતા, ડાયટિશિયનની સલાહ પર હજારો રૂપિયા ખર્ચી નાંખે છે. આટલું જ નહીં પણ વધારે પડતી ડાયટિંગ કરી પોતાનું સ્વાસ્થ્ય પણ બગાડીએ છીએ. આપણા ઘરમાં જ ઘણી વસ્તુઓ હાજર હોય છે જેનો ઉપયોગ કરી આપણે પોતાનું સ્વાસ્થ્યનું સ્તર જાળવી રાખી શકીએ છીએ.

તળેલું ભોજન આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

જ્યારે પણ આપણને ભૂખ લાગે ત્યારે કંઈપણ આરોગી લેતા હોઈએ છીએ. કઈ વસ્તુ સ્વાસ્થ્ય માટે સારી અને કઈ ખરાબ તે આપણે જોતા જ નથી. જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર થતી હોય છે. તળેલી-શેકેલી વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે જોખમી મનાય છે. આજે અમે તમારી સમક્ષ એવી હેલ્ધી વસ્તુ અંગે માહિતી રજૂ કરી રહ્યાં છીએ જેના સેવનથી તમારા સ્વાસ્થ્યને ઘણા લાભ થશે.

સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી એ વસ્તુ એટલે દહીં અને સૂકી દ્રાક્ષ. દહીં અને સૂકી દ્રાક્ષનું સેવનથી શરીરને ઘણા લાભ થશે. આ માટે અમે તમારી સમક્ષ તેની એક રેસિપી રજૂ કરી રહ્યાં છીએ. જે ઘણી સરળ પણ છે.

આ રીતે કરો દહીં અને સૂકી દ્રાક્ષનું સેવન…

એક વાટકીમાં ગરમ ફુલ ફેટ દૂધ લો. હવે આ દૂધમાં સૂકી દ્રાક્ષ ઉમેરો. જે પછી તેમાં એક ચમચી દહીં નાંખી દૂધને બરાબર મિક્સ કરો. જે પછી 10-12 કલાક સુધી તેને ઢાંકીને રાખી દો. જ્યારે દહીં જામી જાય તો તમે તેનું સેવન કરી શકો છો.

દહીં અને મધનું મિશ્રણ પણ લાભદાયી…

દહીં ખાવાના જ ઘણા લાભ હોવાનું મનાય છે. પરંતુ તેમા મધ મિક્સ કરીએ તો તે વધુ લાભદાયી બની જાય છે. આ શરીર માટે એન્ટિબાયોટિકની જેમ કામ કરે છે.

વજન ઘટાડવું હોય તો…

જો તમે વજન ઘટાડવા માગતા હોવ તો રોજ એક મહિના સુધી દહીંમાં કાળામરી મિક્સ કરીને ખાવ. કાળામરીને પહેલા થોડી શેકી લેવું, જે પછી દહીંમાં મિક્સ કરો. તે પછી તેમાં સંચળ નાંખી દો. જેનાથી એક્સ્ટ્રા ફેટ બર્ન થાય છે. બીજી તરફ જે લોકો વજન વધારવા માગતા હોવ તો એક વાટકીમાં દહીં, બદામ, કાજુ, સૂકી દ્રાક્ષ, ખજૂર, અખરોટ અને અંજીર મિક્સ કરી નાસ્તામાં ખાવાનું રાખો. તેનાથી વજન વધવાની સાથે યાદશક્તિમાં પણ વધારો થશે.

દહીં-સૂકી દ્રાક્ષ ખાવાના ફાયદા

દહીં અને સૂકી દ્રાક્ષ ખાવાથી શરીરમાં ગુડ બેક્ટેરિયામાં ગ્રોથ જોવા મળશે. તેની સાથે જ પેટનો સોજો ઘટી જાય છે. આ બંને ખાવાથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખવા દહીં અને સૂકી દ્રાક્ષનું સેવન લાભદાયી સાબિત થાય છે.

READ ALSO

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!