GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

આપણે 44 ડિગ્રી તાપમાને ઓહો પોકારી જઈએ છીએ, પરંતુ અહીંયા પારો હોય છે 70 ડિગ્રી આસપાસ

Dasht-e-Lut

હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો ૪રથી ૪૪ ડિગ્રી પર પહોંચી ગયો છે. આટલા તાપમાનમાં પણ આપણને ખૂબ જ મુશ્કેલી પડે છે અને ઘરમાં એસીમાંથી બહાર નીકળવાનું ટાળીએ છીએ. આ સમયે તમને એ જણાવી દઇએ કે દુનિયામાં કેટલાક સ્થળો એવા છે જયાં તાપમાનનો પારો આપણા કરતા ક્યાંય વધારે ઉંચે હોય છે અને ત્યાં લોકોની હાલત કેવી થતી હશે. તો આવો જાણીએ કે એવી કઇ જગ્યાઓ છે જ્યાં તાપમાનનો પારો ૭૦ ડિગ્રી આસપાસ પહોંચી જાય છે.

ઇરાન- દશ્ત-એ-લૂતઃ

ઇરાનમાં આવેલી દશ્ત-એ –લૂત નામની જગ્યા દૂનિયામાં સૌથી ગરમ માનવામાં આવે છે. નાસાએ ર૦૦પમાં અહીનું તાપમાન ૭૦.૭ ડિગ્રી સેલ્સીયસ નોંધ્યું હતું. આ જગ્યા ર૦૦૪થી ર૦૦૭ અને ર૦૦૯માં ધરતી પરની સૌથી ગરમ જગ્યા ગણવામાં આવી હતી. ચીલીનું અટાકામા રણને પણ દશ્ત-એ-લતને દુનિયાની સૌથી સુકી જમીન માનવામાં આવે છે.

અમેરિકા- ડેથ વેલીઃ

આ જગ્યાએ વર્ષમાં માંડ પ સે.મી.જેટલો વરસાદ થાય છે. અહી પાણીનું નિશાન નથી અને ક્યાંય પણ પાણી મળી જાય તો તે ખારૂ હોય છે. ૧૯૧૩માં અહીનું તાપમાન પ૬.૭ ડિગ્રી સેલ્સીયસ હતું. આથી આ જગ્યાની દૂનિયાની સૌથી ગરમ જગ્યા પૈકીની એક માનવામાં આવે છે. કેલીફોર્નિયામાં આવેલી આ જગ્યાએ સામાન્ય તાપમાન ૪૭ ડિગ્રી આસપાસ હોય છે અને તે કેલીફોર્નિયાની સૌથી સુકી જગ્યા કહેવાય છે.

સુદાન- વદી હાલ્ફાઃ

સુદાનના સરોવર નુબીયાના કિનારા પર વસેલા વદી હાલ્ફા શહેરમાં વરસાદનું પ્રમાણ નહીવત છે. અહીં જૂન માસ સૌથી ગરમ ગણવામાં આવે છે. આ સમયે અહીં તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ હોય છે. ૧૯૬૭માં અહીં સૌથી વધારે ગરમી પડી હતી એ વખતે તાપમાન પ૩ ડિગ્રી નોંધાયું હતું.

લીબીયા- અજીજીયાહઃ

અજીજીયાહ લીબીયાની રાજધાની ત્રિપોલીથી રપ માઇલ દૂર આવેલ છે. આ જગ્યાને દુનિયાની સૌથી ગરમ જગ્યા ગણવામાં આવે છે. ૧૯રરમાં આ જગ્યાનું તાપમાન પ૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. અહી ગરમીના સમયે સામાન્યતઃ તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સીયસ હોય છે.

READ ALSO

Related posts

કોરોનાના કારણે થનાર મોતનો આંકડો આટલાથી ઓછો હશે: હેલ્થ એક્સપર્ટ્સનો આંક રાહત આપનારો

Bansari

રાજસ્થાનના ચૂરુમાં તાપમાન પહોંચ્યું 50 ડિગ્રીએ, દેશના આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર

Nilesh Jethva

દેશમાં સંક્રમણથી સ્વસ્થ થવાનો દર વધીને 41.61 ટકા થયો, અત્યાર સુધીમાં 60,490 દર્દીઓ સાજા થયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!