GSTV
News Trending World

દુનિયામાં છઠ્ઠો મહાસાગર મળ્યો, પરંતુ એ નરી આંખે જોઈ શકાતો નથી!, કારણ જાણશો તો ચોંકી જશો

પૃથ્વી પર હિંદ-પ્રશાંત-એટલાન્ટિક-આર્કટિક અને દક્ષિણ એમ પાંચ મહાસાગર ઘૂઘવે છે. હવે સંશોધકોએ છઠ્ઠો મહાસાગર શોધી કાઢ્યો છે. રસપ્રદ વાત એ છે કે છઠ્ઠો મહાસાગર પૃથ્વીની સપાટીમાં નહીં, પેટાળમાં ઘૂઘવે છે.

અમેરિકા-ઈટાલી અને જર્મનીના વૈજ્ઞાનિકોએ મળીને એક સંશોધનપત્ર તૈયાર કર્યું છે. પૃથ્વીના પેટાળના વિવિધ નમૂના એકઠાં કરીને આ વિજ્ઞાનિકોએ વિખ્યાત સાયન્સ જર્નલ નેચરમાં તેના આધારે અહેવાલ રજૂ કર્યો છે.

અહેવાલમાં દાવો થયો છે કે દુનિયામાં પાંચ નહીં, પરંતુ છ મહાસાગર છે. છઠ્ઠો મહાસાગર પૃથ્વીના પેટાળમાં આવેલો છે. એ નરી આંખે જોવા મળતો નથી, પરંતુ પૃથ્વીની સપાટી ઉપર ઘૂઘવતા પાંચ મહાસાગરો જેટલો જ વિશાળ અને શક્તિશાળી આ મહાસાગર પૃથ્વીના ઉપરના અને નીચેના સ્તર વચ્ચે ઘૂઘવે છે.

નવા સંશોધન પ્રમાણે પૃથ્વીની સપાટીથી ૬૬૦ કિલોમીટર ઊંડાણમાં બરાબર મધ્યભાગમાં ઉપલા અને નીચલા સ્તરની વચ્ચે ચારેબાજુ ખડકોથી ઘેરાયેલો એક મહાસાગર છે. એ સ્થળને સંશોધકો ટ્રાન્ઝિશન ઝોન કહે છે. એ જગ્યા પૃથ્વીના ઉપલા હિસ્સાને નીચલા હિસ્સાથી અલગ કરે છે.

બોટ્સવાનામાંથી મળેલા એક હીરાના આધારે સંશોધકોએ ઊંડું સંશોધન કરીને આ તારણ રજૂ કર્યું હતું. ૧૯મી સદીના વિખ્યાત ફ્રેન્ચ નવલકથાકાર જુલે વર્ને ૧૮૬૪માં ધ સેન્ટર ઓફ ધ અર્થ નામની સાહસકથામાં પૃથ્વીના પેટાળમાં સમુદ્ર હોવાની કલ્પના કરી હતી.

READ ALSO

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

‘શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે…?’ ખડગેએ ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદી પર સાધ્યું નિશાન

Padma Patel
GSTV