GSTV
Auto & Tech India News Trending

ફાયદો: ટીવી સેટ ટોપ બોક્સના બિલ ભરવાની ઝંઝટ થશે ખતમ, આવી રીતે જોઈ શકશો ફ્રીમાં 160 ચેનલ

તમે પણ આપના ઘરમાં ટીવી રિચાર્જ એટલે કે, સેટ ટોપ બોક્સવાળુ રિચાર્જ કરાવતા હશો, કેટલાય લોકો વર્ષમાં એક વાર તો, ઘણા લોકો દર મહિને રિચાર્જ કરાવતા હોય છે. જો તમે પણ આ રિચાર્જથી છૂટકારો મેળવવા માગો છો તો, એક રીત છે, જેમાં આપ આ રિચાર્જની ઝંઝટમાં છૂટી જશો. ત્યારે આવા સમયે આપ સરકારી ડીટીએચનો સહારો લઈ શકો. જેમાં આપને ક્યારેય રિચાર્જ કરાવાની જરૂર પડતી નથી. તથાં આપને હંમેશા માટે ફ્રીમાં ટીવી જોવા મળશે.

પ્રસાર ભારતીની ડીડી ફ્રી ડીશ દ્વારા રિચાર્જમાંથી મુક્તિ મેળવી શકો છો. જો આપની પાસેથી રિચાર્જના પૈસા લેવામાં ન આવે તો, આપને વધારે ચેનલ જોવા નહીં મળે. પ્રસાર ભારતનું સેટ ટોપ બોક્સ લગાવ્યા બાદ આપને 1600 ચેનલથી વધારે ચેનલો ફ્રીમાં જોઈ શકશો. ત્યારે આવા જાણીએ આ સેટ ટોપ બોક્સ લગાવામાં કેટલો ખર્ચ આવશે અને કેવી રીતે ફાયદાનો સોદો થશે.

શું છે ફ્રી ડિશ ?

ડીડી ફ્રી ડિશ એક ડીટીએચ સર્વિસ છે. જે પ્રસાર ભારતી તરફથી ઓપરેટ કરવામાં આવે છે. જે ડિસેમ્બર 2004માં લોન્ચ થઈ હતી. તેમાં આપને સેટ ટોપ બોક્સનો સેટ મળે છે. જેમાં આપ એક વાર પૈસા આપ્યા બાદ જિંદગીભર સુધી તેની સુવિધાનો લાભ મળી શકે છે. તેના માટે આપને દર મહિને અથવા વર્ષે કોઈ પૈસા આપવાના થતાં નથી.

કેટલી ચેનલ મળે છે.

પ્રસાર ભારતી તરફથી શેર કરવામાં આવેલી જાણકારી અનુસાર તેમાં 15 જનરલ એન્ટરટેનમેન્ટ, 15 મૂવી ચેનલ, 23 રિઝનલ ચેનલ, 51 એજ્યુકેશનલ ચેનલ, 24 ન્યૂઝ ચેનલ, 6 મ્યૂઝિક ચેનલ, 3 ભક્તિ ચેનલ, 3 ઈંટરનેશન ચેનલ જોઈ શકશો. જેમાં આપ લાઈવ ક્રિકેટ, સુપરહિટ સોંગ્સ, ફિલ્મો વગેરેની મજા માણી શકશો.

કેટલા આપવા પડશે રૂપિયા

જો આપ પણ ફ્રી ડિશ લેવા માગો છો તો, એક વાર સેટ ખરીદવાનો રહેશે. આપ ડીડી ફ્રી ડીશ સેટ ટોપ બોક્સ અને ડિશ બજારમાંથી ક્યાંયથી પણ ખરીદી શકો છો. આપને આ આખા સેટ માટે 2000 રૂપિયા ચુકવવાના રહેશે. બસ આપને આ ખર્ચ એક વાર કરવાનો રહેશે. ત્યાર બાદ આપને મંથલી કોઈ રેંટલ આપવાનું થશે નહીં.

READ ALSO

Related posts

ભારત – આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં વરસાદનું વિધ્ન, ટોસમાં વિલંબ

Hardik Hingu

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu
GSTV