GSTV

કામની વાત: જૂની અને ફાટેલી નોટ બેંક બદલી આપશે, દરેક નોટ બદલવા માટે આટલો લાગે છે ચાર્જ

Last Updated on June 23, 2021 by Pravin Makwana

મોટા ભાગે આપણે એવુ જોતા હોઈએ છીએ કે, નોટ ઘણી જૂની થઈ જતાં આ નોટ ફાટી જાય છે. ત્યારે આપણે તેને બેકાર સમજી રાખી મુકીએ છીએ. પણ આરબીઆઈના જણાવ્યા અનુસાર આ નોટને બેંકમાં જઈને બદલી શકાય છે. જો આપની પાસે પણ કોઈ આવી નોટ હોય તો આપ તેને બેંકમાં જઈને બદલી શકો છો. બેંક આ કામ માટે આપની પાસે અમુક ચાર્જ પણ વસૂલશે. જે બાદ આપને ફાટેલી નોટની સામે નવી નોટ આપશે.

આવા સમયે અમે આજે આપને અહીં આ નોટને કેવી રીતે બદલી કરાવવી અને કેટલો ચાર્જ લાગે છે. તથા ફાટેલી નોટ સાથે જોડાયેલા નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કેવી રીતે કરાવશો ચેન્જ

જો આપની પાસે પણ કોઈ ફાટેલી અથવા તૂટેલી નોટ પડી છે, તો આપ બેંકમાં જઈને તેને બદલી શકો છો. એવુ નથી કે, તમામ નોટના એટલા જ રૂપિયા પાછા આવશે. આપના તરફથી આપવામાં આવેલી નોટની હાલત જોતા નક્કી કરવામાં આવશે કે, તેના કેટલા રૂપિયા આવશે. ધારો કે, 2000 ની નોટ 88 વર્ગ સેન્ટીમીટર હશે તો પુરા પૈસા મળશે. પણ 44 વર્ગ સેન્ટીમીટર પર અડધી કિંમત મળશે. આવી જ રીતે 200 રૂપિયાની ફાટેલી નોટમાં 78 વર્ગ સીએમ ભાગ આપવાથી પુરા પૈસા મળશે. પણ 39 વર્ગ સીએમ પર અડધા પૈસા આવશે. સાથે જ નોટ પર નિર્ભર કરે છે કેટલા આવશે.

કેટલો લાગે છે ચાર્જ

જો આપની પાસે 20 નોટ છે. અને તેની વૈલ્યૂ 5000 રૂપિયાથી ઓછી થાય છે. તો આપને કોઈ ચાર્જ આપવાનો થતો નથી. પણ જો આપની પાસે 20થી વધારે નોટ અને અને તેની વૈલ્યૂ 5000થી વધારે થાય છે, તો આપને ચાર્જ આપવાનો થશે. આવા સમયે 20થી વધારે નોટ થવા પર એક નોટ પર 2 રૂપિયાનો ચાર્જ પ્રતિ નોટ અથવા 5 રૂપિયા પ્રતિ 5000 રૂપિયાના હિસાબે ચાર્જ લાગશે. તેમાંથી જે વધારે હશે તે ચાર્જ બેંક તરફથી લેવામાં આવશે.

કઈ નોટો બદલાશે નહીં

આરબીઆઈનું કહેવુ છે કે, જો આપની નોટ નકલી નથી તો તેને ચોક્કસ બદલી શકાશે. જૂની, ફાટેલી અને પલળેલી નોટ સરળતાથી બદલી શકાય છે. તેના માટે આપની પાસે કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. પણ સળગેલી અથવા એકદમ ટુકડા થઈ ગયેલી નોટ નહીં બદલાઈ શકે. જો બેંક અધિકારીને લાગે કે, આપે જાણી જોઈને નોટ ફાડી છે અથવા કાપી છે, તો બેંક આપને નોટ બદલી આપશે નહીં.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!