GSTV

જનતા ધ્યાન આપે: 1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે આપના જીવન સાથે જોડાયેલા આ નિયમો, ખિસ્સા થશે ખાલી

Last Updated on July 30, 2021 by Pravin Makwana

1 ઓગસ્ટથી બેંકીંગ વ્યવસ્થા સાથે જોડાયેલા કેટલીય નિયમો બદલાઈ જવાના છે. જેમાં એટીએમ, બેંક, ડોર સ્ટેપ બેંકીંગ જેવા નિયમો જોડાયેલા છે. સાથે જ આ નિયમોમાં આપની સેલરી અને રસોઈ ગેસના નિયમો પણ શામેલ છે.

રવિવારથી વર્ષના આઠમો મહિનો એટલે કે ઓગસ્ટની શરૂઆત થવા જઈ રહી છે. ઓગસ્ટના આગમનની સાથે બેંકીંગ વ્યવસ્થા સાથે જોડાયેલા નિયમ અને સામાન્ય લોકો સાથે જોડાયેલા કેટલાય નિયમો બદલાઈ જવાના છે. બેંકોમાં થનારા આ ફેરફારથી આપને કેટલીય મુશ્કેલીઓ આવી શકે છે. આપના ખિસ્સા પર બોઝ વધશે. તો આવો જાણીએ ક્યા ક્યા નિયમો બદલાઈ જવાના છે.

સેલરીમાં થશે મોટો ફેરફાર

આરબીઆઈએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરીંગ હાઉસના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ બદલાવના કારણે રજાઓના દિવસોમાં પણ પગાર આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે સેલરી જમા થવાનો દિવસ શનિવાર અથવા રવિવાર હોય તો, પણ આપને તે દિવસે સેલરી મળી જશે. હવે રવિવારના દિવસે પણ આપના ખાતામાં સેલરી આવશે. જેનાથી રજાના દિવસે પણ આપ ટ્રાંઝેક્શન કરી શકશો.

એટીએમમાંથી ટ્રાંઝેક્શન કરવાનું થયું મોંઘુ

આરબીઆઈના જણાવ્યા અનુસાર હવે બેંક ગ્રાહકો એટીએમ મશીનમાંથી 5 ટ્રાંઝેક્શન ફ્રીની સુવિધા આપશે. ત્યાર બાદ વિડ્રોલ માટે ચાર્જ આપવાનો રહેશે. આરબીઆઈએ આ ટ્રાંઝેક્શન પર 15થી 17 રૂપિયા ચાર્જ તથા બિન નાણાકીય વ્યવહારો પર 5 રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધીનો ઈંટરચાર્જ લેવાનું નક્કી કર્યુ છે.

પોસ્ટ ઓફિસની ડોર સ્ટેપ સેવા મોંઘી

ઈંડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે જાહેરાત કરી છે કે, હવે ગ્રાહકોને ઘર પર બેંકીંગ સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે ફી આપવાની રહેશે. એટલે કે ડોરસ્ટેપ સર્વિસ માટે વધારે ચાર્જ ચુકવવો પડશે. હવે એક ઓગસ્ટ 2021થી પ્રત્યેક ડોરસ્ટેપ સર્વિસ માટે 20 રૂપિયા પ્લસ જીએસટી પ્રતિ ટ્રાંજેક્શન ચુકવવાનું રહેશે. અત્યાર સુધી આ સર્વિસ માટે કઈ ચાર્જ લાગતો નહોતો.

સિલેન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર

દર એક તારીખે એલપીજી સિલેન્ડરના નવા ભાવ જાહેર થાય છે. ગત મહિને રસોઈ ગેસ સિલેન્ડરમાં ભાવ વદ્યા હતાં. આવા સમયે હવે એ જોવાનું રહેશે કે, શું આ વખતે પણ કોઈ ફેરફાર થાય છે કે નહીં.

ICICI બેંકવાળા માટે વાંધો

આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકોને પૈસા ઉપાડવાનો નિયમો બદલાઈ જસે. હવે બેંક બ્રાંચમાં જઈને દર મહિને ચાર ટ્રાંઝેક્શન કરી સકે છે એટલે મહિનામાં ચાર વાર અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો. જો ચાર વખતથી વધારે પૈસા ઉપાડ્યા તો, એક વાર ટ્રાંઝેક્શનના હિસાબથી 150 રૂપિયા આપવા પડશે.

READ ALSO

Related posts

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah

મહત્વનું: NCB અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશ્નરને લખ્યો પત્રો, ચોંકાવનારી વાતનો કર્યો ઉલ્લેખ

pratik shah

ગણિતના શિક્ષકે પૂછી લીધો એવો પ્રશ્ન, લોકો ઈન્ટરનેટ પર એકબીજા સાથે ઝઘડ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!