GSTV

ગ્રાહકોને ઓનલાઈન ફંડ ટ્રાન્સફર માટે ઉત્તમ સુવિધા છે RTGS, જાણો તેનાં પાંચ ફાયદાઓ ભવિષ્યમાં લાગશે કામ

ભારત વિશ્વના કેટલાક એવા દેશોમાં જોડાયો છે જ્યાં ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) સુવિધા દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ હોય છે. RTGSએ ફંડ ટ્રાન્સફર કરવાની એક ઝડપી પ્રક્રિયા છે. આ સિસ્ટમ દ્વારા, તમે એક બેંક ખાતામાંથી બીજી બેંકનાં ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. અમે તમને RTGSનાં કેટલાક ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ.

  • RTGS દ્વારા પૈસા એક બેંકથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ખાતામાં પૈસા આવતાની સાથે જ પ્રક્રિયા શરૂ થાય છે. આ રીતે, જેની પાસે નાણાં ટ્રાન્સફર થાય છે, તે તરત જ તે મેળવી લે છે.
  • RTGS સુવિધા અગાઉ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી ઉપલબ્ધ હતી. તેનો ઉપયોગ બીજા અને ચોથા શનિવાર સાથે રવિવાર સિવાય અન્ય દિવસો પર થઈ શકે છે. પરંતુ હવે આ સુવિધા અઠવાડિયાના સાત દિવસ 24 કલાક ઉપલબ્ધ છે.
  • RTGS સુવિધા નીચેની રીતે વાપરી શકાય છે. 1- મોબાઇલ અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા. 2- તમે બેંકમાં જઇને RTGS નો ઉપયોગ પણ કરી શકો છો.
  • તમે RTGS દ્વારા ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. કોઈ મહત્તમ મર્યાદા નથી.
  • RTGS ટ્રાન્સફર માટે ફીસ લેવામાં આવી શકે છે. વિવિધ બેંકોની ફી અલગ અલગ હોઈ શકે છે. RBIના નિયમો અનુસાર ડેબિટ ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં મહત્તમ ચાર્જ વસૂલવામાં આવે છે.
  • 2 લાખથી 5 લાખ રૂપિયા: 24.50 રૂપિયાથી વધુ નહીં (ટેક્સ સિવાય, જો કોઈ હોય તો)
  • 5 લાખ રૂપિયાથી વધારે: 49.50 રૂપિયા કરતા વધારે નહીં (ટેક્સ સિવાય, જો કોઈ હોય તો)

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!