GSTV
Home » News » અજીબોગરીબ ટ્રેન્ડ : ચીનના લોકો સાપ અને ચાકુથી કરે છે મસાજ, પોતાના લોહીથી કરે છે ફેશિયલ

અજીબોગરીબ ટ્રેન્ડ : ચીનના લોકો સાપ અને ચાકુથી કરે છે મસાજ, પોતાના લોહીથી કરે છે ફેશિયલ

આધુનિક જીવનમાં કામના કારણે ઘણા લોકો પ્રેશરમાં રહે છે. પોતાના તણાવને રિલેક્સ કરવા માટે નીત નવીન પ્રયોગો કરતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ચીનના લોકોએ તણાવ ઘટાડવા માટે ચાકુ અને છરીઓનો સહારો લીધો છે.

જાણીને તમને નવાઈ લાગશે કે, ચીનમાં મહિલા કે પુરૂષ નહીં પણ ચાકુની મદદથી લોકોને મસાજ આપવામાં આવે છે. આ ખતરનાક મસાજનું નામ નાઈફ મસાજ છે એટલે કે ચાકુ વડે થતો મસાજ.

માનવામાં આવે છે કે ચાકુથી દેવામાં આવતી મસાજથી માંસપેશીઓને આરામ મળે છે. દિમાગને શાંતિ અને રાહતનો અહેસાસ થાય છે.

જાણીને તમને હેરાની લાગશે કે, આ મસાજ માટે તેજધાર ચાકુનો ઉપયોગ કરવામાં આવે છે. મસાજ પહેલા ચાકુની ધારને તેજ કરવામાં આવે છે. એ પછી ક્લાઈંન્ટની બોડી અને ચહેરા પર તેજ ધાર ધરાવતા 2 ચાકુથી મસાજ કરવામાં આવે છે.

જો કે આ મસાજમાં ચાકુને સીધુ સ્કીન પર નથી લગાવવામાં આવતું. થેરેપી પહેલા લોકોની બોડી પર એક કપડુ બાંધવામાં આવે છે. એ પછી કપડાં અને ચાકુની મદદથી મસાજ આપવામાં આવે છે. એક્સપર્ટનું કહેવું છે કે, આ થેરેપી માટે ખાસ ચાકુ બનાવવામાં આવે છે. જે પુરી રીતે સુરક્ષિત હોય છે.

જણાવી દઈએ કે, ચાકુની મદદથી થનાર મસાજ એ કંઈ નવો ટ્રેન્ડ નથી. આ ટ્રેન્ડ લગભગ 2000 વર્ષ જૂનો છે. જેની શરૂઆત પણ ચીનમાં જ થઈ હતી. પ્રાચીનકાળમાં માંસપેશીઓમાં દર્દ, સ્કિન, ઘુંટણનો દર્દથી રાહત થાય છે.

ચીન બાદ આ અજીબોગરીબ થેરેપી જાપાન અને તાઈવાન સુધી પહોંચી ગઈ છે. આ દિવસોમાં જાપાન અને તાઈવાનમાં ચાકુ દ્વારા કરાતા મસાજનો ઘણો જ ટ્રેન્ડ છે. આ સિવાય પણ કેટલાક અજીબોગરીબ વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેની તમે કલ્પના સુદ્ધા નહીં કરી શકો. આ મસાજને પુરૂષ કે મહિલા નહીં 50 કિલો વજન ધરાવતો સાપ કરે છે. જે લોકોના શરીર પર લસરે છે.

એક્સપર્ટનું માનવામાં આવે છે કે, સાપનું ટેમ્પરેચર ઠંડુ હોય છે. વધારે વજન હોવાથી રિલેક્સ ફિલ થાય છે. સાંપના મસાજ દ્વારા લોકો પોતાના તણાવને ઘટાડે છે. આ સિવાય વેમ્પાયર ફેશિયલ પણ કરવામાં આવે છે. જેમાં લોકો પોતાના જ ખૂનને પોતાના જ ચહેરા પર લગાવે છે. ગોલ્ડ મસાજનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે મસાજમાં લોકોની બોડી પર 24 કેરેટ ગોલ્ડ લગાવીને મસાજ કરવામાં આવે છે.

READ ALSO

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah

દુનિયા 8 અજાયબ વૃક્ષો જેમાં છે જેલ, સુરંગ અને દરવાજા

Path Shah